Home Utilities Holi 2025 Skin Care Tips And Remedies Before Playing Colors

આવી રહી છે હોળી : કેમિકલવાળા કલરથી ત્વચાને બચાવવા કરો આટલું

આવી રહી છે હોળી
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2025, 05:26 AM IST

હોળીના તહેવારને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરેક લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોળીની ઉજવણી દરમિયાન, કેમિકલ્સ અને ખરાબ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ત્વચા અને વાળ માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, આ તહેવાર ઉજવતા પહેલા, એવા કેટલાક પગલાં લેવા જોઈએ જેથી ત્વચાને નુકસાન ન થાય.

હોળી 2025 પહેલા ત્વચાની સંભાળ માટે શું કરવું?

હોળી પહેલા આ રીતે કરો ત્વચાની સંભાળ

1.ત્વચાને ડેમેજ થતાં બચાવવી જોઈએ

હોળી દરમિયાન સનલાઈટ, પાણી અને કૃત્રિમ રંગો ત્વચાને નુકસાન પહોંચાડે છે. જો તમે તેના માટે અગાઉથી તૈયારી કરો છો, તો તમે નુકસાન ટાળી શકો છો. તેથી આજથી ત્વચા સંભાળની દિનચર્યાનું પાલન કરવાનું શરૂ કરો. સવારે અને રાત્રે તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો અને સફાઇ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ કરો.

2. ચહેરાને ગુલાબ જળ અથવા કાચા દૂધથી સાફ કરો

ગુલાબ જળ અથવા કાચા દૂધથી ચહેરાને સારી રીતે સાફ કરો. પછી ચહેરાને સારા ક્લીંઝરથી ધોઈ લો. ચહેરા પર ટોનર લગાવી લો. તમારા ચહેરા, ગરદન, હાથ અને પગને મોઇશ્ચરાઇઝ કરો.

3) આ તેલને ત્વચા પર લગાવી લો.
હોળી પહેલાં તમારી ત્વચા પર સારી માત્રામાં તેલ લગાવી લો. નાળિયેર અને બદામનું તેલ ત્વચા પર રક્ષણાત્મક સ્તર બનાવવાનું કામ કરે છે. આ હાનિકારક કેમિકલ્સને ત્વચામાં પ્રવેશતા અટકાવે છે. તેલ રંગને દૂર કરવાનું પણ સરળ બનાવે છે.

4) સનસ્ક્રીન ભૂલશો નહીં

તમારે સામાન્ય દિવસોમાં સનસ્ક્રીન લગાવવું જ જોઈએ, પરંતુ હોળી પહેલા તેની જરૂરિયાત વધી જાય છે. હોળી ઘરની બહાર રમાય છે. તેથી, વોટરપ્રૂફ સનસ્ક્રીન તમારી ત્વચા માટે સારું હોઈ શકે છે. સનસ્ક્રીન ત્વચા અને સૂર્ય વચ્ચે રક્ષણાત્મક સ્તર બનાવીને યુવી કિરણો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now