Home International History Of East India Company Acquired By Indian Businessman Sanjiv Mehta Gujarati

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક હવે એક ગુજરાતી : અંગ્રેજોને ભારતમાં અપાવી હતી એન્ટ્રી

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક હવે એક ગુજરાતી
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 06:41 PM IST

કહેવાય છે કે સમય બહુ બળવાન છે અને ઈતિહાસનું ચક્ર ફરતા વાર નથી લાગતી. એક જમાનો હતો જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની (East India Company) નો ભારત પર દબદબો હતો. આ એ જ કંપની હતી જેણે ભારતમાં અંગ્રેજોના 200 વર્ષના શાસનનો પાયો નાખ્યો હતો. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે કંપનીની બદૌલત અંગ્રેજોએ ભારત પર વર્ષો સુધી જુલ્મ ગુજાર્યા, આજે તેની બાગડોર એક હિન્દુસ્તાનીના હાથમાં છે.

મસાલાના વેપારથી સત્તા સુધીની સફર

  • સ્થાપના: 31 ડિસેમ્બર, 1600 ના રોજ ઇંગ્લેન્ડમાં સ્થપાયેલી આ કંપનીનો મૂળ ઉદ્દેશ્ય ભારતમાંથી મસાલા, ચા અને અનોખી ચીજવસ્તુઓ યુરોપમાં ઇમ્પોર્ટ કરવાનો હતો. યુરોપની કડકડતી ઠંડીમાં માંસને સુરક્ષિત રાખવા ભારતીય મસાલા ખૂબ જરૂરી હતા.

  • પ્રથમ આગમન: 1608માં વિલિયમ હોકિન્સ કંપનીનું જહાજ લઈને ભારત આવ્યો.

  • વેપારની પરવાનગી: 1613માં મુઘલ બાદશાહ જહાંગીરે તેમને સુરતમાં કારખાનું નાખવાની છૂટ આપી. 1690 સુધીમાં તેમણે કલકત્તામાં પણ જમાવટ કરી લીધી.

  • 'ભાગલા પાડો'ની નીતિ: ધીરે ધીરે કંપનીએ ભારતીય રાજાઓ વચ્ચે ફૂટ પડાવી રાજનીતિમાં હસ્તક્ષેપ શરૂ કર્યો અને આખા દેશ પર કબજો જમાવી લીધો.

1857 નો વિપ્લવ અને કંપનીનો અંત

1857માં મેરઠથી શરૂ થયેલા સિપાહી વિદ્રોહે અંગ્રેજી હકુમતને હચમચાવી નાખી. ક્રાંતિકારીઓના વિરોધને કારણે કંપનીનો વેપાર ઠપ થઈ ગયો. આ બળવાની અસર એટલી ઘેરી હતી કે આખરે 1874માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી.

131 વર્ષ બાદ ગુજરાતીએ ખરીદી કંપની

આ કંપની લગભગ 131 વર્ષ સુધી બંધ પડી રહી. વર્ષ 2005માં આ કંપનીના ઇતિહાસમાં એક નવો વળાંક આવ્યો જ્યારે એક ભારતીય બિઝનેસમેન સંજીવ મહેતા (Sanjiv Mehta)એ તેને ખરીદી લીધી.

કોણ છે સંજીવ મહેતા?

  • ગુજરાતી કનેક્શન: સંજીવ મહેતાનો જન્મ ઓક્ટોબર 1961માં એક ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. વેપાર તેમને વારસામાં મળ્યો હતો, કારણ કે તેમના દાદા બેલ્જિયમમાં હીરાનો વેપાર કરતા હતા.

  • શિક્ષણ: તેમણે મુંબઈની સિડનહામ કોલેજ અને પ્રતિષ્ઠિત IIM અમદાવાદમાંથી અભ્યાસ કર્યો છે.

માત્ર 20 મિનિટમાં ડીલ પાકી!

જ્યારે 2005માં આ ઐતિહાસિક કંપનીને ફરી શરૂ કરવાના પ્રયાસો થયા, ત્યારે સંજીવ મહેતાએ આ તક ઝડપી લીધી. તેમણે માત્ર 20 મિનિટમાં જ કંપનીના 21% શેર ખરીદી લીધા. મહેતા ગર્વથી કહે છે કે, "હું એક હિન્દુસ્તાની છું અને એ જ કંપનીને પાછી ખરીદી રહ્યો છું, જેનું ક્યારેક ભારત પર રાજ હતું." આજે તેઓ આ ઐતિહાસિક બ્રાન્ડના ટ્રસ્ટી અને કસ્ટોડિયન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now