Home International History Of 5 December World Soil Day Jayalalithaa Nelson Mandela Death Anniversary Sikkim Bangladesh

આજે 5 ડિસેમ્બર : વિશ્વ માટી દિવસ, સૌથી ફળદ્રૂપ જમીન કયા દેશમાં છે?

આજે 5 ડિસેમ્બર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 07:03 AM IST

તારીખ 5 ડિસેમ્બરનો દિવસ પર્યાવરણ અને ઈતિહાસ બંને દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આજે સમગ્ર વિશ્વમાં જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે અવેરનેસ ફેલાવનારો દિવસ ઉજવવામાં આવે છે. ખેતી અને પર્યાવરણ માટે જમીનનું ધોવાણ અટકાવવું ખૂબ જ જરૂરી છે તેથી આજે વર્લ્ડ સોઈલ ડે મનાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકા પછી ભારત પાસે દુનિયામાં સૌથી વધારે ખેતીલાયક જમીન ઉપલબ્ધ છે. આજના દિવસે જ ઈન્ટરનેશનલ વોલેન્ટિયર ડે પણ ઉજવાય છે જે સેવાકીય પ્રવૃત્તિઓ માટે મહત્વનો છે. આ ઉપરાંત ભારતના રાજકીય ઈતિહાસમાં અને આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપનારા મહાનુભાવોની આજે પુણ્યતિથિ પણ છે.

આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ નીચે મુજબ છે

વર્ષ 2016માં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને અમ્મા તરીકે જાણીતા જયલલિતાનું નિધન થયું હતું

વર્ષ 2013માં રંગભેદ સામે લડનારા નેલ્સન મંડેલાએ દુનિયામાંથી વિદાય લીધી હતી

વર્ષ 2013માં યમનમાં રક્ષા મંત્રાલયના કમ્પાઉન્ડ પર થયેલા આતંકી હુમલામાં 52 લોકોના જીવ ગયા હતા

વર્ષ 2008માં રશિયન રાષ્ટ્રપતિ મેદવેદેવે ભારત સાથે મળીને નેક્સ્ટ જનરેશન ન્યુક્લિયર એન્જિનિયરિંગ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો

વર્ષ 2008માં કોંગ્રેસે અશોક ચવ્હાણને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા

વર્ષ 2005માં બ્રિટનમાં એક નવા કાયદા દ્વારા સમલૈંગિક સંબંધોને કાયદાકીય માન્યતા મળી હતી

વર્ષ 2003માં ચેચન્યામાં એક ટ્રેન પર થયેલા આત્મઘાતી હુમલામાં 42 લોકોના મોત થયા હતા

વર્ષ 200માં અફઘાનિસ્તાનમાં હામિદ કરઝાઈના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનાવવા માટે જૂથો સંમત થયા હતા

વર્ષ 2000માં અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યોર્જ બુશની તરફેણમાં ચુકાદો આપ્યો હતો

વર્ષ 1999માં ભારતીય મોડલ યુક્તા મુખી મિસ વર્લ્ડ બનીને દેશનું નામ રોશન કર્યું હતું

વર્ષ 1999માં રશિયાએ ચેચન્યામાં કામચલાઉ ધોરણે સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરી હતી

વર્ષ 1997માં યુનેસ્કો દ્વારા ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની અને બાંગ્લાદેશના સુંદરવનને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા

વર્ષ 1993માં મુલાયમ સિંહ યાદવ ફરી એકવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા

વર્ષ 1974માં માલ્ટા એક પ્રજાસત્તાક દેશ બન્યો હતો

વર્ષ 1971માં ભારતે સત્તાવાર રીતે બાંગ્લાદેશને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી

વર્ષ 1950માં સિક્કિમ ભારતનું સંરક્ષિત રાજ્ય બન્યું હતું

વર્ષ 1950માં ભારતના મહાન ક્રાંતિકારી અને આધ્યાત્મિક ગુરુ શ્રી અરબિંદો ઘોષનું નિધન થયું હતું

વર્ષ 1943માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની એરફોર્સે કોલકાતા શહેર પર બોમ્બ ફેંક્યા હતા

વર્ષ 1917માં રશિયામાં નવી ક્રાંતિકારી સરકારની રચના થઈ હતી અને જર્મની સાથે યુદ્ધવિરામ થયો હતો

વર્ષ 1657માં શાહજહાંના નાના પુત્ર મુરાદે પોતાને સમ્રાટ જાહેર કર્યો હતો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now