આજે 27 નવેમ્બરનો દિવસ વિવિધ ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગોને યાદ કરાવે છે. હિન્દી સાહિત્યના ખ્યાતનામ કવિ હરિવંશ રાય બચ્ચનની જન્મજયંતિ પણ આજના જ દિવસે ઉજવવામાં આવે છે.
ઇતિહાસમાં 27 નવેમ્બરના નોંધપાત્ર પ્રસંગો
1001 – મહમૂદ ગઝનીએ હિન્દુ રાજા જયપાલને યુદ્ધમાં પરાજિત કર્યો.
1095 – પોપ અર્બન II દ્વારા પ્રથમ ક્રૂસેડ માટે લોકોનું આહ્વાન કરવામાં આવ્યું.
1795 – પ્રથમ બંગાળી નાટકનું મંચન નોંધાયું.
1807 – નેપોલિયનની સેનાની ભીતિને કારણે પોર્ટુગલના રાજ પરિવારએ લિસ્બન છોડ્યું.
1815 – પોલેન્ડે પોતાના બંધારણને સ્વીકૃતિ આપી.
1895 – આલ્ફ્રેડ નોબેલે નોબેલ પુરસ્કારોની સ્થાપના માટે વસીયત લખી.
1912 – અલ્બેનિયાએ રાષ્ટ્રીય ધ્વજ અપનાવ્યો.
1932 – પોલેન્ડ અને સોવિયેત સંઘ વચ્ચે બિન આક્રમકતા કરાર થયો.
1949 – જબલપુરમાં સુભદ્રા કુમારી ચૌહાણની પ્રતિમા સ્થાપિત થઈ, અનાવરણ મહાદેવી વર્માએ કર્યું.
1966 – ઉરુગ્વે દ્વારા નવું બંધારણ સ્વીકારવામાં આવ્યું.
1995 – વેનેઝુએલાની જોસેલિન એગુઇલેરા માર્કાનો ‘મિસ વર્લ્ડ 1995’ બની.
2000 – ફ્લોરિડાના પુનઃગણતરી બાદ જ્યોર્જ ડબલ્યુ. બુશ 537 મતોથી આગળ રહ્યા, જેને કારણે તેમની રાષ્ટ્રપતિ દાવેદારી મજબૂત થઈ.
2002 – બેલારુસના વડા પ્રધાન ગેન્નાડી વી. નોવિટ્સ્કી ભારત પ્રવાસે આવ્યા.
2004 – આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના વડા જુઆન સોમાવિયા નવી દિલ્હી ખાતે ભારત પ્રવાસે આવ્યા.
2008 – ઉત્તર પ્રદેશ છઠ્ઠું પગાર પંચ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોના પગારમાં પણ કેન્દ્ર સરકારે ત્રણગણો વધારો મંજૂર કર્યો.
2014 – ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુઝનું દુર્ઘટનાજન્ય ઇજાથી અવસાન થયું.





















