Home Health-lifestyle High Heeled Shoes May Look Good But Can Cause Harm Know This Much

હાઈ હીલ્સનો ચસકો પડશે ભારે : ઉંચી એડીના જૂતા લાગશે સારા પણ કરાવશે નુકસાન, જાણી લો બસ આટલું

હાઈ હીલ્સનો ચસકો પડશે ભારે
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2025, 01:30 PM IST

હાઈ હીલ્સ ફેશનનો મહત્વનો હિસ્સો છે. હાઈ હીલ્સ પર્સનાલિટીમાં પાવરનો ઉમેરો કરે છે. હાઈ હીલ્સ પહેરીને જ્યારે કોઈ સ્ત્રી લટકમટક ચાલે છે ત્યારે તેને સૌ કોઈ જોતા રહી જાય છે. એવામાં જ્યારે તમને હાઈ હીલ્સ પહેરવાની આદત લાંબા સમય સુધી પડી જાય તો, હાડકાઓ નબળા પડી જાય છે. જેનાથી ભવિષ્યમાં હાલવા ચાલવામાં સમસ્યા આવી શકે છે.

હાઈ હીલ્સ પહેરવાથી પગના આગળના ભાગ પર શરીરનું વધુ વજન પડે છે. તેનાથી પગ, ઘૂંટણ અને કમર પર વધુ દબાણ આવે છે. લાંબા સમય સુધી આવું કરવાથી માંસપેશીઓ અને હાડકાંમાં તણાવ પેદા થાય છે, જેના કારણે હાડકાં નબળા પડી શકે છે. આ સિવાય હાઈ હીલ્સને કારણે શરીરના પોશ્ચરમાં ફેરફાર થાય છે, જેના કારણે કરોડરજ્જુ, ઘૂંટણ અને પગની ઘૂંટીઓમાં દુખાવો થાય છે. ડોક્ટર્સનું કહેવું છે કે હાઈ હીલ્સ પહેરવાથી પ્લાન્ટર ફેસિટીસ, હેલક્સ વાલ્ગસ અને સ્પાઈન એલાઈનમેન્ટ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ માત્ર પગના સ્વાસ્થ્યને જ અસર કરતું નથી, પરંતુ ભવિષ્યમાં ઘૂંટણ અને કમરની સર્જરી પણ થઈ શકે છે.

હાઈ હીલ્સમાં ચાલવાથી ઘૂંટણ અને પગના મસલ્સને વધારે મહેનત કરી પડે છે. જેના પરિણામે, મસલ્સ ખેંચાઈ જાય છે અને હાડકા પણ તણાવ વધે છે. સાથે જ, લાંબા સમય સુધી હાઈ હીલ્સ પહેરવાથી હાડકાના ઘનત્વમાં ઘટાડો થઈ શકે છે. જેના ઓસ્ટિયોપોરોસિસનો ખતરો વધી જાય છે.ફેશનની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. યાદ રાખો, સ્ટાઇલ ત્યારે જ સારી લાગે છે જ્યારે તમે સ્વસ્થ અને સક્રિય હો.

આ વાતોનું રાખો ધ્યાન

-- હાઈ હીલ્સ બને એટલો ઓછો સમય માટે પહેરો.
-- ફ્લેટ અને કુશનિંગ વાળા જુતા પહેરો, જે તમારા પગને સપોર્ટ કરે.
-- પગ અને કમરના મસલ્સને મજબૂત બનાવવા માટે નિયમિત એક્સરસાઈઝ કરો.
-- જો હાઈ હીલ્સ પહેરવી હોય તો થોડી ઊંચી લંબાઈની પહેરો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now