Home Health-lifestyle Here Are Budget Friendly Tips For Weight Loss

શરીર હળવું થશે ખિસ્સા નહીં : આ રહ્યા વજન ઘટાડવાના બજેટમાં સમાય તેવા નુસખા

શરીર હળવું થશે ખિસ્સા નહીં
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2025, 04:30 AM IST

આજના સમયમાં બેઠાડુ જીવનના કારણે લોકોના શરીર રોગનું ઘર બની રહ્યા છે. લોકોનું વજન સતત વધી રહ્યું છે. જે અનેક પ્રયાસો છતાં ઓછું નથી થઈ રહ્યું. વધતા વજનના કારણે ડાયાબિટીસ, બીપી જેવી બીમારીઓનો ખતરો વધારે રહે છે. સાથે જ તમને અન્ય નુકસાન પણ થયા છે. એવામાં જો તમારે વજન ઘટાડવું છે ઓનલાઈન અને ઓફલાઈન અનેક નુસખા અને પદ્ધતિઓ મળી રહેશે. આજે આપણે વાત કરીશું કેટલીક એવી પદ્ધતિની જે ખિસ્સાને પણ પોસાય એવી છે અને વજનને ઓછો કરવામાં મદદ કરશે.

1. દાળ
દાળ તો દરેક ભારતીયના ઘરમાં કોઈને કોઈ રીતે વપરાશમાં આવતી હોય જ છે. ગુજરાતી દાળમાં, મરાઠી તીખી દાળમાં કે પછી સાંભરમાં. દાળમાં પ્રોટીન હોય છે. તેને આહારમાં સામેલ કરવાથી ભૂખ ઓછી લાગે છે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

2. ઓટ્સ

આજકાલ ઓટ્સનું ચલણ વધ્યું છે. જે સરળ રીતે મળી પણ રહે છે. ઓટ્સ ખાવાથી ભૂખ જલદી ઓછી થાય છે અને વજનને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. જે સ્યુગરના સ્તરને પણ કંટ્રોલમાં રાખે છે.

3. દહીં

પ્રોબાયોટિક દહીંને આહારમાં સામેલ કરવાથી ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. સાથે તે પાચનક્રિયાને વધુ સારી બનાવે છે.

4. શાકભાજી
પાલક, ગાજર, ધાણા, જેવા શાકભાજીમાં ફાઈબર અને વિટામિન્સ હોય છે. તેમાં કેલેરી ઓછી અને એન્ટી ઓક્સિડન્ટ્સ વધારે હોય છે. એટલે તેને આહારમાં સામેલ કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

5. મગફળી
મગફળી પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જે ભૂખને દૂર રાખવામાં મદદ કરે છે. તે ભૂખ અને વજન બંને ઘટાડવામાં મદદ કરે છે.

6. કેળા
કેળા ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર ફળ છે. તે કુદરતી ઉર્જા પ્રદાન કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. કસરત પહેલાં અથવા નાસ્તા તરીકે કેળું ખાવાથી ખાંડની તૃષ્ણાઓને નિયંત્રિત કરવામાં અને બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાધા વિના તમારી ભૂખને કાબુમાં રાખવામાં મદદ મળી શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now