Home Gujarat Heartbreaking Incident In Santrampur Mahisagar Father Hits His Own Son On The Head With A Stick

પિતા બન્યો પોતાના જ દીકરાનો ખૂની! : લગ્નની એક જ જીદે તોડી નાખ્યો પવિત્ર સંબંધ, લાકડીના ફટકાએ લીધો 24 વર્ષીય યુવાનનો જીવ

પિતા બન્યો પોતાના જ દીકરાનો ખૂની!
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 06:30 AM IST

Santrampur father-son case: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની છે. 24 વર્ષીય યુવક પ્રકાશ ભાભોર લગ્ન કરવા માટે તેના પિતા પાસે વારંવાર જીદ કરતો હતો. છેલ્લા કેટલાક દિવસથી આ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગત રોજ વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવેલા પિતા રમેશભાઈ ભાભોરે પોતાના પુત્રના માથામાં લાકડીનો જોરદાર ફટકો મારી દીધો.

સારવાર દરમિયાન મોત નીપજ્યું

ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રકાશને પ્રથમ લુણાવાડા, ત્યારબાદ ગોધરા અને આખરે વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં જિંદગી અને મોત વચ્ચેની લડાઈમાં પ્રકાશ હારી ગયો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આ ઘટનાથી આખું નરસિંગપુર ગામ માતમમાં ફેરવાઈ ગયું છે. મૃતક પ્રકાશના મોટાભાઈ મોહનભાઈ ભાભોરે પોતાના સગા પિતા રમેશભાઈ વિરુદ્ધ સંતરામપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટના પાછળના અન્ય કારણોની તપાસ શરૂ

પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની અટકાયત કરવાની તૈયારી કરી છે અને ઘટના પાછળના અન્ય કારણોની પણ તપાસ શરૂ કરી છે. પારિવારિક સંબંધોમાં આવી તિરાડ પડવી અને ક્ષણિક આવેશમાં લેવાયેલા નિર્ણયો કેટલા ખતરનાક હોઈ શકે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. એક પિતાએ જ પોતાના વંશનો અંત આણી દીધો છે, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now