Home Health-lifestyle Health Tips Foods That Affect Sleep In Night Know What To Eat

શું તમને પણ રાત્રે નથી આવતી ઉંઘ? : આટલુ ખાવા-પીવાનું બંધ કરો

શું તમને પણ રાત્રે નથી આવતી ઉંઘ?
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2025, 05:10 AM IST

ઝડપથી બદલાતી જીવનશૈલી અને વ્યસ્ત જીવનમાં ઊંઘની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો રાત્રે કલાકો સુધી વખતે બેડ પર પડે છે અને કલાકો સુધી ઉંઘ નથી આવતી તેમને. રાત્રે ઊંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે. અને તેમાંથી એક તમારું પ્રિય ભોજન હોઈ શકે છે. ઘણી વખત આપણે આપણું મનપસંદ ભોજન મોટા પ્રમાણમાં ખાઈએ છીએ, જે ઊંઘને અસર કરે છે. તેથી, રાત્રે આવા ખોરાક ટાળવા જોઈએ. ચાલો જોઈએ કે કયા ખોરાક તમને વધુ સારી રીતે ઊંઘવામાં મદદ કરી શકે છે.

1.કેફેનવાળા ડ્રિંક્સનું સેવન
જો તમે રાત્રે કોફી, ચા અથવા ઠંડા પીણાં પીવો છો, તો તે તમારી ઊંઘને ખલેલ પહોંચી શકે છે. કેફેન એક ઉત્તેજક છે જે મગજને સક્રિય કરે છે અને ઊંઘ નથી આવી શક્તી. તેથી, રાત્રે કેફીનથી દૂર રહેવું જોઈએ.

2. તળેલું અને મસાલેદાર ભોજન
ચટપટુ અને મસાલેદાર ભોજન પાચનને અસર કરી શકે છે અને એસિડિટીમાં વધારો કરી શકે છે, જે ઊંઘમાં વિક્ષેપ પાડે છે. વધુ પડતો તળેલો ખોરાક ખાવાથી શરીરમાં ગરમી વધે છે અને તમને બેચેની લાગે છે.

3.સ્વીટ અને અને પ્રોસેસ્ડ ફૂડ
કેક, કૂકીઝ અને ચોકલેટ જેવા ગળિયા ખોરાક લોહીમાં શુગરનું સ્તર વધારે છે. આનાથી શરીરમાં ઉર્જાનું સ્તર ઓછું થાય છે, જેના કારણે ઊંઘ આવવી મુશ્કેલ બની શકે છે.

4. પ્રોટીનથી ભરપૂર ખોરાક
જો તમે મોડી રાત્રે લાલ માંસ, ચિકન અને માછલી જેવા પ્રોટીનથી ભરપૂર ખોરાક લો છો, તો પેટને તેને પચાવવામાં વધુ સમય લાગે છે. આ શરીરના મેટાબોલિઝમને સક્રિય રાખે છે અને ઊંઘમાં વિલંબ કરી શકે છે.

5. દારૂ અને એનર્જી ડ્રિંક
કેટલાક લોકો એવું માને છે કે દારૂ પીવાથી તેમની ઊંઘ સારી આવે છે, પરંતુ હકીકતમાં, તે ઊંઘની ગુણવત્તાને બગાડી શકે છે. આલ્કોહોલનું સેવન ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને જ્યારે તમે સવારે ઊઠો છો ત્યારે તમને થાક લાગે છે.

સારી ઊંઘ માટે શું ખાવું?
ગરમ દૂધમાં ટ્રિપ્ટોફેન હોય છે, જે તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે.

બદામ અને અખરોટમાં મેલાટોનિન હોય છે, જે શરીરને ઊંઘ માટે તૈયાર કરે છે.

હળવી અને સુપાચ્ય ખીચડી અથવા દલિયા પાચનને અકબંધ રાખે છે અને ઊંઘમાં ખલેલ પહોંચાડે નહીં.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now