Home Health-lifestyle Health Smoking Side Effects Every Cigarette Reducing 20 Minutes Of Your Life Study

એક સિગારેટ સરેરાશ 20 મિનિટ ઘટાડી શકે છે : તમે કેટલી સિગારેટ પીવો છો?

એક સિગારેટ સરેરાશ 20 મિનિટ ઘટાડી શકે છે
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2025, 05:25 AM IST

જો તમે આખો દિવસ ધૂમ્રપાન કરો છો તો અત્યારથી જ સાવચેત થઈ જાઓ. એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં એક સિગારેટ પીવાથી સરેરાશ આયુષ્યમાં 20 મિનિટનો ઘટાડો થઈ શકે છે.

એક સિગારેટથી પુરુષોનું સરેરાશ આયુષ્ય 17 મિનિટ અને મહિલાઓનું 22 મિનિટ ઓછું થઈ જાય છે. આ મુજબ, જો તમે સિગારેટનું એક પેકેટ પુરુ કરો છો તો તમે તમારું જીવન 7 કલાક ઘટાડી શકો છો.

UCLના સંશોધકો કહે છે કે સિગારેટ તમારા જીવનનો ધીમે ધીમે અંત લાવે છે. ધૂમ્રપાન કરનારાઓ જેટલી વહેલી તકે છોડી દે , તેટલું સારુ છે. સંશોધકોનું કહેવું છે કે ધૂમ્રપાન છોડવાનો લાભ ત્યારે જ મળશે જ્યારે તેને સંપૂર્ણપણે ટાળવામાં આવશે.

સિગારેટથી હૃદય રોગ અને સ્ટ્રોક અસ્થમા, ફેફસાના કેન્સર, ડાયાબિટીસ ફેફસાના ચેપ, પેટમાં ફોલ્લા સહિતનું રહેતું હોય છે. જોકે તમે શા માટે ધૂમ્રપાન છોડવા માંગો છો તેનું મજબૂત અને વ્યક્તિગત કારણ શોધો. ઉદાહરણ તરીકે, પરિવારને અથવા બાળક અથવા તમારી જાતને ખતરનાક રોગોથી બચાવવા માટે. અચાનક સિગારેટ છોડવી મુશ્કેલ હોઈ શકે છે, તેથી લક્ષ્યો નક્કી કરો અને તેને દૈનિક ધોરણે પૂર્ણ કરો.

કાર, ઓફિસ અને ઘરમાં પણ સિગારેટના પેકેટ ના રાખો. તમારી આસપાસના લોકોને કહો કે તમે ધૂમ્રપાન છોડવા માગો છો જેથી તેઓ તમને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે.

જ્યારે તમે ધૂમ્રપાન કરવા ઈચ્છો ત્યારે તમારી જાતને વિચલિત કરો. ઉદાહરણ તરીકે, સંગીત સાંભળો, ફરવા જાઓ, મૂવી જુઓ અથવા તમારું મનપસંદ કામ કરો.

ધુમ્રપાન આરોગ્ય માટે હાનિકારક છે. તમારા આહારમાં ફેરફાર કરો. ડોક્ટરની સલાહ લો, ચા-કોફી પીવાનું ઓછુ કરો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now