Home Health-lifestyle Health Lifestyle Tips For Weight Loss Which Food Increase Weight

આ ટિપ્સ અપનાવો વજન ઘટશે તે નક્કી : આ વસ્તુઓ ખાવાની બંધ જ કરી દેજો!

આ ટિપ્સ અપનાવો વજન ઘટશે તે નક્કી
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2025, 06:34 PM IST

વજન ઘટાડવા માટે તમારુ મન મક્કમ હોય તે સૌથી વધારે જરૂરી છે. વજન તમે અઠવાડિયુ કે 15 દિવસમાં ના ઘટાડી શકો, તેના માટે વધારે સમય આપવો પડે. જો તમે વજન ઘટાડવાને લઈ ગંભીર છો તો આ 10 વસ્તુઓ ખાવાની બંધ કરી દો વજન ઓછું તો ઘણા લોકો કરવા માગતા હોય છે, પરંતુ બધાને સફળતા મળતી નથી. વજન ઘટાડવામાં મહેનતની સાથે મન મક્કમ હોય તે જરૂરી છે. ઘણા લોકો થોડા દિવસ મહેનત કરે અને થોડા દિવસ વીતે અને વજન ઓછુ થતું ના દેખાય એટલે નિરાશ થઈને મહેનત છોડી દેતા હોય છે. સોશિયલ મીડિયા પર રિલ્સમાં તો બધુ બતાવે પરંતુ તેના પાછળની મહેનત વિશે જાણકારી આપવામાં આવતી નથી.  કસરત અને સમતોલ આહાર આ બે બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વજન ઘટાડવામાં સફળતા મળી શકે છે. ડાયટમાં શુ ખાવું અને શુ ના ખાવું એ જાણવું પણ જરૂરી છે.  ત્યારે અહીં એવા ડાયટ અમે તમને દર્શાવી રહ્યા છે જેને ફિટનેસ એક્સપર્ટ પણ સાચુ માને છે.

ગળી વાનગીઓ નાસ્તામાં ના લો

જો તમે વજન ઓછું કરવા માગો છો, તો મહેરબાની કરીને નાસ્તામાં ગળી વાનગીઓ ના ખાઓ.  જેમ કે મેદામાંથી બનાવેલી કોઈ ગળી વાનગી,અથવા હલવો, જલેબી, રબડી.... નાસ્તામાં જાડા અનાજમાંથી બનાવેલો હેલ્ધી નાસ્તો અથવા ઓટ્સ લઈ શકો છો.

ફ્લેવર્ડ છાશ

બજારમાં જે ફ્લેવર્ડ છાશ મળે તે પીવાનું ટાળો. ફલેવર્ડ છાશમાં ખાંડનું પ્રમાણ હોય છે.

ઈન્સ્ટન્ટ નૂડલ્સ

મેદામાંથી બનનારા નૂડલ્સનું તમે સેવન કરો છો, તો તમારું વજન ઘટી રહ્યુ...  તે સિવાય તમે રોટલી, ચિલ્લાનું સેવન કરી શકો છો.

પીણુ

કોલ્ડ ડ્રિંક, સોડા, ચા, કોફી વગેરેનું અતિરેક સેવન કરવાથી વજન ઘટવાના બદલે વધે છે. જો તમને ચાની ટેવ હોય તો ગ્રીન ટી પીવાનું રાખો

ક્રિમ સલાડ

કોઈપણ પ્રકારનું સલાડ જેમાં સોડિયમ અને ફેટનુ પ્રમાણ વધારે હોય તેવા સલાડને લેવાનું ટાળો. આવા ફૂડથી લિવર અને હાર્ટને અસર થાય છે.

પ્રોસેસ્ડ ચીઝ

બજારમાંથી મળતું બટર અને ચીજ તમે ખાતા હોવ છો, અથવા પીઝા-બર્ગર અને સેન્ડવીચ પર જે ચીઝ લગાવવામાં આવે છે, તે ખાવાથી પણ વજન વધે છે.

ફલેવર્ડ દૂધ

બજારમાં જે ફ્લેવર્ડ અને ગળ્યુ દૂધ મળે છે તે પીવાનું બંધ કરી દો. કારણકે તેમાં એડેડ સુગર હોય છે.

રેસ્ટોરન્ટ બુફે

રેસ્ટોરન્ટમાં જે અનલિમિટેડ બુફેના વિકલ્પ મળે છે, તેમાં ઘણા વિકલપો હોવાથી લોકો ઘણી વસ્તુઓ ખાઈ લે છે. રેસ્ટોરન્ટમાં બુફેમાં ખાવાનું ટાળો

હાઈકેલેરી વાળી વસ્તુઓ

દૂધના માવામાંથી બનનારી મીઠાઈઓ હાઈ કેલેરી હોય છે, બહારના તળેલા ફરસાણમાં પણ હાઈકેલેરી છે. આ ખોરાક લેવાનું ટાળો. તેના બદલે લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરો.


આલ્કોહોલ અને તમાકુ-સિગારેટ છોડો

આલ્કોહોલની આદત હોવી પણ તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે, તમે ગમે તેટલી કસરત કરો પરંતુ તમને આલ્કોહોલ અને તમાકુ-સિગારેટની આદત હોય તો તેનો મતલબ નથી.

 

આમ તો એકસાથે બધુ ખાવાનું છોડવું મુશ્કેલ છે, પરંતુ ધીમે ધીમે માત્રા ઘટાડી શકાય છે ડાયટની સાથે કસરત અને યોગા કરી તમે વજન ઘટાડી શકો છો.     

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now