Home Health-lifestyle Health Life Style Nutrition And Health Benifits Of Makhana

બિહારમાં મખાના બોર્ડ બનાવવામાં આવશે : મોતી જેવા આ સફેદના દાણા કઈ રીતે હોય છે સ્વાસ્થ્ય માટે વરદાન?

બિહારમાં મખાના બોર્ડ બનાવવામાં આવશે
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 07:01 PM IST

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 1 ફેબ્રુઆરી 2025એ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં દેશના વિકાસને આગળ વધારવા માટે અનેક યોજનાઓની જાહેરાત કરાઈ હતી. આ બજેટમાં સ્વાસ્થ્ય સુધાર, કૃષિ સહિતના મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બજેટમાં બિહાર માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં એક મખાના બોર્ડ બનાવવાની જાહેરાત પણ હતી.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મખાનાના ઉત્પાદન અને તેની સાથે જોડાયેલા વ્યવસાયિકોને આગળ વધારવા માટે બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. મહત્વનું છે કે મખાના બોર્ડ ખોલવાની જાહેરાતથી બિહારના ખેડૂતોને તેનો મહત્તમ ફાયદો થશે. મખાના બોર્ડની સ્થાપના થયા બાદ મખાનાનું ઉત્પાદન અને તેના માર્કેટિંગના કારણે ખેડૂતોને ફાયદો તો થશે, પરંતુ મખાના સામાન્ય જનતા સુધી ઓછા ભાવમાં મળી શકશે, જેનો સીધા ફાયદો લોકોના સ્વાસ્થ્યને થશે. ઘણા અભ્યાસમાં મખાનાને સ્વાસ્થ્ય માટે લાભદાયી કહેવામાં આવ્યા છે. ત્યારે જાણીએ મખાના ખાવાના કયા કયા ફાયદા થાય છે..

પોષકતત્વોથી ભરપૂર હોય છે મખાના

મખાનાને ફોક્સ નટ અથવા લોટ્સ સીડ્સ પણ કહેવામાં આવે છે. ભારતીય ખાનપાનમાં મખાના સદીઓથી સામેલ છે. સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હલકા નાસ્તા તરીકે ખૂબ લોકપ્રિય છે. મખાના પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. મખાના લો કેલેરીવાળા હોવાની સાથે લો-ગ્લાઈસેમિક ઈન્ડેક્સવાળા પણ હોય છે. ડાયાબિટીઝ અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર મખાનાના કારણે સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.  સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે પાચનક્રિયા સરળ કરવાથી લઈ હાડકાઓ અને માંસપેશીઓને પણ મખાના મજબૂત કરે છે. મખાના અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર છે, જેની આપણને જરૂરિયાત રહે છે.

ડાયાબિટીસ-હાર્ટના દર્દીઓ માટે ફાયદાકારક

ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓ માટે મખાના ખૂબ લાભદાયી છે. હ્રદયરોગની બિમારીઓ સામે પણ તે અસરકારક છે. લો ગ્લાસેમિક અને લો કેલેરીવાળા મખાના ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. મખાના ખાવાથી સુગર વધવાની સમસ્યા થતી નથી.

DISCLAIMER:  આ લેખ તબીબી નિષ્ણાંતોના અભિપ્રાયના આધારે લખવામાં આવ્યો છે. સ્વાસ્થ્યલક્ષી નિર્ણયો માટે તબીબની સલાહ લેવી આવકારદાયક છે.

 

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now