Home Health-lifestyle Health Life Style Drinking Too Much Water Causes Hyponatramia

ડિહાઈડ્રેશનથી બચવા તમે તો વધારે પડતું પાણી નથી પી જતા ને? : વધારે પડતું પાણી પીવું પણ વધારી શકે મુશ્કેલી

ડિહાઈડ્રેશનથી બચવા તમે તો વધારે પડતું પાણી નથી પી જતા ને?
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2025, 05:03 AM IST

જો તમે ડિહાઇડ્રેશનના થાય તે માટે એક લિમિટ કરતા પણ વધારે પાણી પીવોતો પછી શરીરમાં સોડિયમની ઉણપ થઈ શકે છે. સોડિયમની શરીરમાં ઉણપ થાય તો શરીરમાં તેના લક્ષણો જોવા મળે છે.જો તમે ડિહાઇડ્રેશનથી બચવા માટે ખૂબ પાણી પીવો છોતો હાયપોનાટ્રેમિયાની સમસ્યા થઈ શકે છે. આ બિહારીમાં  લોહીમાં સોડિયમની ઉણપ થાય છે. જેના કારણે લોહી પાતળું થઈ જાય છે. લોહીમાં સોડિયમનું સ્તર ઓછુ થવાના કારણે, ઉબકા, લટી, માથાનો દુખાવો, ચક્કર આવવા, આંચકી આવવાની તો સમસ્યા થાય છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ કોમામાં જઈ શકે અથવા તેનું મૃત્યુ થઈ શકે છે.

વધારે પાણી પીવાથી થતી સમસ્યાઓ

હાયપોનેટ્રેમિયા:

વધારે પડતું પાણી પીવું પણ એક સમસ્યા છે, કારણ કે તેના કારણે લોહીમાં સોડિયમનું પ્રમાણ ઓછુ થાય છે.

લક્ષણો:

ઉબકા આવવા, ઉલટી થવી તે સામાન્ય લક્ષણો છે, ચક્કર આવવા, આંચકી અને કોમામાં જવું તેના ગંભીર લક્ષણો છે.

જીવ જોખમમાં મૂકી શકે રમતવીર


જે રમતવીર ભરપૂર પ્રમાણમાં ઈલેકટ્રોલાઈટ્સ પ્રતિસ્થાપન વગર ખૂબ કસરત કરે અને વધારે માત્રામાં પાણી પીવે તો તેને હાઈપોનેટ્રેમિયા થવાની સંભાવના વધી જાય છે.

શરીરની પ્રકૃતિ મુજબ ચાલો

વધારે પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી શકે છે, અને લોહીમાં સોડિયમનું સ્તર ઓછું થઈ શકે છે, જેના કારણે હાયપોનેટ્રેમિયાની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હાયપોનેટ્રેમિયાના લક્ષણોમાં માથાનો દુ:ખાવો, નબળાઇ, ચીડિયાપણું, સ્નાયુ ખેંચાવાની સમસ્યા પણ થાય છે.

એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?

ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસીને કેટલું પાણી પીવું જોઈએ તેને લઈ માર્ગદર્શિકા આપેલી છે તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ લગભગ 9 થી 13 કપ પાણી પીવું જોઈએ.

વધારે પડતું પાણી પીવાના કારણે હ્રદય અને કિડની સંબધિત બિમારીઓ થવાનું જોખમ રહે છે, વારંવાર પેશાબ આવવાની પણ સમસ્યા રહે છે. તમે વધારે પડતું પાણી પીવો તો કિડનીને પણ એટલું જ કામ કરવું પડે છે. રિસર્ચ મુજબ વધારે વખત પેશાબ આવવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે. ઓવરહાઈડ્રેશનના કારણે પોટેશિયમ લેવલ પણ શરીરમાં ઘટે છે, જેનાથી ઝાડા-ઉલ્ટીની સમસ્યા રહે છે.

 

DISCLAIMER:

આર્ટિકલમાં આપેલી જાણકારી જુદા જુદા રિસર્ચ અને મીડિયા રિપોર્ટ્સના આધારે આપવામાં આવી છે, આ સૂચનોની અમલવારી કરતા પહેલા કોઈ નિષ્ણાંત તબીબની સલાહ અનુસરો.

 

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now