Home Health-lifestyle Health Amazing Health Benefits Of Drinking Fennel Water

ગરમીમાં રોજ એક ગ્લાસ પીવો વરિયાળીનું પાણી : આ તકલીફોથી મળશે છૂટકારો

ગરમીમાં રોજ એક ગ્લાસ પીવો વરિયાળીનું પાણી
Published by: OBS Bureau
Last Updated: Apr 05, 2025, 06:33 PM IST

વરિયાળીનો ઉપયોગ ભારતીય ભોજનમાં મસાલા તરીકે થાય છે. તેનાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. તે માત્ર પાચનમાં સુધારો જ નહીં પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાની આદત તમારા આખા શરીર પર સકારાત્મક અસર કરી શકે છે.


સ્ટ્રેસમાં કરે છે ઘટાડો- વરિયાળીની શીતળતા માનસિક તણાવ ઘટાડે છે અને ઊંઘ પણ સારી આવે છે. તમે સૂતા પહેલા પણ પાણી પી શકો છો.


વરિયાળીમાં હાજર વિટામિન એ અને સી દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે.


માસિક પીડાથી રાહત-વરિયાળીનું પાણી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તે હોર્મોન્સને સંતુલિત કરે છે અને પીરિયડ્સ દરમિયાન પીડા અને મૂડના ફેરફારને ઘટાડે છે.


બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છેઃ વરિયાળીમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે.


શરીરને ડિટોક્સ કરે છે: લીવરને સાફ રાખે છે અને શરીરમાં ટૉક્સિન્સને બહાર કાઢે છે. જેના કારણે સ્કિન ગ્લો કરે છે.


વજન ઘટાડવું-વરિયાળી મેટાબોલિઝમને વેગ આપે છે અને ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેના કારણે ઓવર ઈટિંગ નથી થતું અને વજન કંટ્રોલમાં રહે છે


Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now