Hazoor Multi Projects Share: શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી સતત અસ્થિરતા જોવા મળી રહી છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, નફાવસૂલી અને બજારના દબાણ વચ્ચે અનેક દિગ્ગજ કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં, કેટલાક એવા શેરો પણ છે જેણે લાંબા ગાળાના રોકાણકારોને અસાધારણ વળતર આપીને કરોડપતિ બનાવી દીધા છે. આવા શેરોમાં એક નામ છે Hazoor Multi Projects Ltd.નું, જેણે માત્ર થોડા વર્ષોમાં જ રોકાણકારોની સંપત્તિમાં જંગી વધારો કર્યો છે. એક સમય એવો હતો જ્યારે આ કંપનીનો શેર માત્ર 12 પૈસાના ભાવે ઉપલબ્ધ હતો. આજે એ જ શેર ઘણા ગણો વધી ગયો છે અને લાંબા ગાળે રોકાણ કરનારા રોકાણકારોને હજારો ટકાનું વળતર આપી ચૂક્યો છે. જોકે છેલ્લા કેટલાક અઠવાડિયામાં શેરમાં ઘટાડો જોવા મળ્યો છે, છતાં લાંબા ગાળાના રિટર્નની વાત કરીએ તો આ શેર હજુ પણ મલ્ટીબેગર તરીકે ઓળખાય છે.
12 પૈસાના શેરે આપ્યું 18,000%થી વધુ રિટર્ન
Hazoor Multi Projectsના શેરે છેલ્લા છ વર્ષમાં આશરે 18,000 ટકા કરતાં વધુ રિટર્ન આપ્યું હોવાનું બજારના આંકડાઓ દર્શાવે છે. 22 જુલાઈ 2020ના રોજ કંપનીનો શેર લગભગ રૂ.0.12 (12 પૈસા) આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યારબાદ શેરમાં જોરદાર તેજી જોવા મળી અને તેણે સતત ઊંચાઈ સર કરી. હાલ શેરમાં થોડો ઘટાડો નોંધાઈ રહ્યો હોવા છતાં લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેરે જંગી સંપત્તિ સર્જી છે. 1 લાખનું રોકાણ બની ગયું રૂ.1.83 કરોડથી વધુ જો કોઈ રોકાણકારે 22 જુલાઈ 2020ના રોજ આ શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત અને આજ સુધી પોતાના શેર વેચ્યા ન હોત, તો તાજેતરના બંધ ભાવ રૂ.21.98ના આધારે તે રોકાણની કિંમત આશરે રૂ.1.83 કરોડ સુધી પહોંચી ગઈ હોત. mઅર્થાત્, માત્ર છ વર્ષના સમયગાળામાં રોકાણકારોને 18,216 ટકા જેટલું મલ્ટીબેગર રિટર્ન મળ્યું હોત. આ જ કારણ છે કે, Hazoor Multi Projectsનો શેર તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા પેની સ્ટોક્સમાં સામેલ થયો છે.
આ પણ વાંચો: Googleના એક નિર્ણયે બદલી નાખી કિસ્મત! : SpaceXમાં કરેલું નાનું રોકાણ આજે બની આશરે ₹8 લાખ કરોડની સંપત્તિ
છેલ્લા છ મહિનામાં જોવા મળ્યો ભારે ઉતાર-ચઢાવ
જોકે લાંબા ગાળે આ શેરે રોકાણકારોને જંગી નફો આપ્યો છે, પરંતુ છેલ્લા છ મહિનામાં તેમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. ફેબ્રુઆરી દરમિયાન શેર ઝડપથી નવી ઊંચાઈએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ સતત નફાવસૂલી અને બજારના દબાણને કારણે તેમાં ઘટાડો નોંધાયો છે. mકંપનીના શેરનો 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ રૂ.47.98 રહ્યો છે, જ્યારે 52 સપ્તાહનો નીચો ભાવ રૂ.21.70 નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે શેરમાં નોંધપાત્ર ભાવ ફેરફાર જોવા મળ્યો છે.
Hazoor Multi Projects શું કામ કરે છે?
Hazoor Multi Projects Limited એક સ્મોલકૅપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ કંપની છે. કંપની મુખ્યત્વે હાઈવે રોડ નિર્માણ, સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામગીરી કરે છે. સરકાર અને ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ્સમાં કંપનીની ભાગીદારી હોવાથી છેલ્લા કેટલાક વર્ષોમાં તેના વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળી છે. હાલ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન અંદાજે રૂ.633 કરોડની આસપાસ છે.
આ પણ વાંચો: વીમા સાથે આજીવન આવકનો લાભ! : LIC ની આ યોજનાની ખાસિયતો જાણીને તમે પણ ચોંકી જશો
પેની સ્ટોકમાં રોકાણ કરતા પહેલાં શું ધ્યાન રાખવું?
પેની સ્ટોક્સ ઘણી વખત ટૂંકા સમયમાં મોટું વળતર આપતા હોય છે, પરંતુ તેમાં જોખમનું પ્રમાણ પણ સામાન્ય શેરોની સરખામણીએ વધુ હોય છે.
આવા શેરોમાં ઊંચી વોલેટિલિટી, ઓછી લિક્વિડિટી અને ભાવમાં અચાનક મોટા ફેરફારો જોવા મળી શકે છે. તેથી કોઈપણ પેની સ્ટોકમાં રોકાણ કરતા પહેલાં કંપનીની નાણાકીય સ્થિતિ, બિઝનેસ મોડેલ, ઓર્ડર બુક અને જોખમોને સારી રીતે સમજવા જરૂરી છે.





