Home Health-lifestyle Havan Disease Importance Religious Hindu Health Ritual Connection India

હવન અને ટાઈફોઈડના રોગનું શું છે કનેક્શન? : કેમ કરવામાં આવે છે હવન?, હવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુનું શું છે મહત્વ?

હવન અને ટાઈફોઈડના રોગનું શું છે કનેક્શન?
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2025, 06:04 AM IST

કોઈ પણ ધાર્મિક કાર્યમાં હવન કરવું અનિવાર્ય જેવું જ હોય છે. દેવી-દેવતા, પિતૃ કે પછી સુ:ખ-શાંતી માટે લોકો હવન કરતા હોય છે. ચોરીના ચાર ફેરામાં પણ હવનની હાજરી જોવા મળે છે. અગ્ની દેવની સાક્ષીમાં કોઈ પણ કાર્યને સંપન્ન કરવામાં આવે છે. હવનથી ભાગ્યદોષ તો દૂર થતા હોય છે. પરંતુ હવન સારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ મહત્વનું છે. હવન વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા ઉપરાંત, સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. હવનના ધુમાડાથી સંજીવની શક્તિનો સંચાર થાય છે. ઋગ્વેદમાં પણ ઉલ્લેખ છે કે હવનથી રોગોથી મુક્તિ મેળવી શકાય છે.
હવનમાં શેનો ઉપયોગ થાય છે?
હવનથી આરોગ્યની સાથે તેની આધ્યાત્મિક શુદ્ધતા પણ જળવાઈ રહે છે. હવન કરતા પહેલા સ્વચ્છતાની કાળજી રાખવી પડે છે. હવનમાં આંબાનું લાકડું, વેલો, લીમડો, કાલીગંજ, દેવદાર, ગુલમહોરની છાલ અને પાન, પીપરની છાલ, બોરડી, ચંદનનું લાકડું, તલ, અશ્વગંધા, કપૂર, લવિંગ, ચોખા, બેહેડા , હરડે, ઘી, સાકર, જવ, ગૂગળ, લોબાન, એલચી સહિતની વનસ્પતિનો પણ ઉપોયગ કરવામાં આવતો હોય છે.
94 પ્રકારના જીવાણુંનો થાય છે નાશ
હવનમાં ગાયના છાણ અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી હવનથી 94 પ્રકારના જીવાણુંઓનો નાશ થાય છે. ઘરની શુદ્ધતા અને આરોગ્ય માટે હવનનો ખુબ જ મહત્વ રહેલું છે. હવનમાં મંત્રનો જાપ કરવાથી સકારાત્મક ધ્વનિ ઉત્પન થતી હોય છે. જે શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે.
આંબાના લાકડાનો જ કેમ થાય છે ઉપયોગ
હવનમાં મોટાભાગે આંબાના લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે. આંબાના લાકડાને બાળવાથી ખુબ જ સારા વાયુનો સંચાર થાય છે. આ વાયુ હવામાં રહેલા રહેલા ખતરનાક બેક્ટેરિયા અને જીવાણુનો નાશ કરી શુદ્ધ કરે છે. જે આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારણ રહે છે. ઘણા સંશોધનમાં હવનના ધુમાડાને પણ ખુબ જ ફાયદા કારક ગણવામાં આવ્યો છે. એક સંશોધન મુજબ અડધો કલાક સુધી જો તમે હવનના ધૂમાડાના સંપર્કમાં રહો તો ટાઈફોઈડ જેવા જીવલેણ રોગો તમારાથી દૂર રહે છે. હવનના ધુમાડાથી બેક્ટેરિયાનો નાશ થાય છે જેથી હવા અને શરીરને હવન શુદ્ધ રાખે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now