Home International Haryana Rto Cancels Record Breaking Bid For Vip Car Number Hr 88 B 8888

હરિયાણામાં આ નંબર માટે લાગી કરોડોની બોલી : બોલી લગાવી પણ રૂપિયા ના ભર્યા તો ડિપોઝિટ જપ્ત

હરિયાણામાં આ નંબર માટે લાગી કરોડોની બોલી
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 08:00 PM IST

કારના શોખીનોમાં ફેન્સી અને વીઆઈપી નંબર પ્લેટનો ક્રેઝ હંમેશા જોવા મળે છે પરંતુ હરિયાણામાં બનેલી એક ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી હતી. હરિયાણા આરટીઓ દ્વારા કાર માટેના એક ખાસ નંબર એચઆર 88 બી 8888 માટે મંગાવવામાં આવેલી બોલીમાં એક નવો રેકોર્ડ સર્જાયો હતો. જોકે હવે આ ઐતિહાસિક સોદો રદ કરી દેવામાં આવ્યો છે. જે વ્યક્તિએ આ નંબર મેળવવા માટે કરોડો રૂપિયાની બોલી લગાવી હતી તે નિયત સમયમર્યાદામાં રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયો છે જેના કારણે પ્રશાસને આકરા પગલાં લીધા છે.

આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આ વિશિષ્ટ નંબર માટે 1.17 કરોડ રૂપિયા જેવી માતબર રકમની બોલી લગાવવામાં આવી હતી. આ કિંમત એટલી ઊંચી હતી કે તે ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર રજીસ્ટ્રેશન નંબર પ્લેટ બની ગઈ હતી. જોકે ઉત્સાહમાં આવીને બોલી લગાવનાર વ્યક્તિ જ્યારે પૈસા ભરવાનો સમય આવ્યો ત્યારે પીછેહઠ કરી ગયો હતો. પ્રશાસને આપેલા સમયમાં પેમેન્ટ ન થતા આખરે અધિકારીઓએ આ હરાજી પ્રક્રિયાને રદ જાહેર કરી દીધી છે. એટલું જ નહીં નિયમો અનુસાર બોલી લગાવનાર વ્યક્તિએ જમા કરાવેલી સિક્યોરિટી ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

હવે આ નંબર પ્લેટ માટે નવેસરથી હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ફરીથી જ્યારે આ નંબર નિલામીમાં મૂકવામાં આવશે ત્યારે જોવાનું એ રહેશે કે શું ફરી કોઈ શોખીન આટલી મોટી રકમ ખર્ચવા તૈયાર થાય છે કે કેમ. સામાન્ય રીતે વીઆઈપી નંબરો લાખોમાં વેચાતા હોય છે પરંતુ 1 કરોડથી ઉપરનો આંકડો જવો તે આશ્ચર્યજનક બાબત હતી. પ્રશાસન હવે નવી હરાજીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now