Home Sports Hardik Pandya Scored A Half Century In 19 Balls In The Vijay Hazare Trophy

Hardik Pandya એ વિજય હજારે ટ્રોફીમાં 19 બોલમાં હાફ-સેન્ચુરી! : ચંદીગઢ સામે 240 થી ઉપરના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 11 બાઉન્ડ્રી ફટકારી

Hardik Pandya એ વિજય હજારે ટ્રોફીમાં 19 બોલમાં હાફ-સેન્ચુરી!
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 10:59 AM IST

Hardik Pandya is currently in terrific form: ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. 2025-26 વિજય હજારે ટ્રોફીમાં બરોડા માટે રમતા, તેને ફરી એકવાર સાબિત કર્યું કે, તેને વિશ્વના સૌથી ખતરનાક ફિનિશરોમાંનો એક કેમ ગણવામાં આવે છે. 8 જાન્યુઆરીએ ચંદીગઢ સામેની મેચમાં, હાર્દિક પંડ્યાએ માત્ર 19 બોલમાં હાફ-સેન્ચુરી ફટકારીને ધૂમ મચાવી દીધી. આ તેની 14 મો લિસ્ટ-A સ્કોર હતો અને આ ટુર્નામેન્ટમાં સતત બીજી વખત 50+ સ્કોર કર્યો.

મુશ્કેલ સમયમાં જવાબદારી સંભાળી

બરોડા 20.4 ઓવરમાં 4 વિકેટે 123 રન પર સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે, હાર્દિક પંડ્યા 6ઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવ્યો. શરૂઆતમાં થોડો સમય લીધા પછી, તેને ચંદીગઢના બોલરો પર એટેક કરવાનું શરૂ કર્યું. હાર્દિક પંડ્યાએ માત્ર 31 બોલમાં 75 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેની ઇનિંગની ખાસ વાત એ હતી કે, તેને ફક્ત 2 ચોગ્ગા ફટકાર્યા, પરંતુ 9 મોટા છગ્ગા ફટકાર્યા.

તરણપ્રીત સિંહની એક ઓવરમાં 27 રન

ઇનિંગ દરમિયાન એક સમયે હાર્દિક પંડ્યા 13 બોલમાં 23 રન બનાવી રહ્યો હતો. ત્યારપછી તેને ચંદીગઢના બોલર તરણપ્રીત સિંહની એક ઓવરમાં હાર્દિકે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા, જેનાથી કુલ 27 રન બન્યા. આ આક્રમક બેટિંગે તેને 18 બોલમાં 49 રન બનાવ્યા અને બીજા જ બોલમાં એક સિંગલ રન બનાવીને તેની હાફ-સેન્ચુરી પૂર્ણ કરી.

2026 ના T20 વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડ્યા રેડ-હોટ ફોર્મમાં

ભારત અને શ્રીલંકામાં 2026 ના ICC મેન્સ T20 વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડ્યાનું પર્ફોમન્સ વિરોધી ટીમો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી સમાન છે. થોડા દિવસો પહેલા જ તેને પોતાની પહેલી લિસ્ટ-A સેન્ચુરી (133 રન) ફટકારી હતી, અને હવે, 19 બોલમાં હાફ-સેન્ચુરી ફટકારીને, તેને પોતાનું ફોર્મ સાબિત કર્યું છે. તેને સાઉથ આફ્રિકા સામે હાલની T20 સિરીઝમાં 2 મેચમાં હાફ-સેન્ચુરી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. વિજય હજારે ટ્રોફી પછી, 32 વર્ષીય હાર્દિક પંડ્યા હવે ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જોડાશે. આ સિરીઝ વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ છે, અને હાર્દિકનું વિસ્ફોટક ફોર્મ ભારતીય ચાહકો માટે કોઈ સારા સમાચારથી ઓછું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now