Home International Hal Gets Order For 120 Tejas Mk2 Fighter Jets

HALને 120 તેજસ MK2 ફાઈટર જેટનો ઑર્ડર : શું છે તેજસ MK2ની ખાસિયત?, જાણો

HALને 120 તેજસ MK2 ફાઈટર જેટનો ઑર્ડર
Published by: OBS Bureau
Last Updated: Aug 24, 2025, 05:33 AM IST

ભારતે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે લગભગ 120 તેજસ Mk2 ફાઇટર જેટ્સ માટે મોટો સોદો કર્યો છે. આ વિમાનો વાયુસેનામાં જોડાતા તેની શક્તિ અને આધુનિકીકરણમાં નોંધપાત્ર વધારો થશે. HAL એ સ્પષ્ટ કર્યું છે કે કંપની દર વર્ષે 30 જેટ વાયુસેનાને સોંપશે, જેથી જૂના વિમાનોને સમયસર નિવૃત્ત કરી શકાય. અનુમાન છે કે અંતિમ ઓર્ડર 200થી વધુ વિમાનોનો હોઈ શકે છે. આ ભારતની લશ્કરી આત્મનિર્ભરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

જૂના વિમાનોની જગ્યા લેશે તેજસ MK2

આગામી સમયમાં વાયુસેના તેના લગભગ 230 જેટલા જૂના ફાઇટર જેટ્સ — રશિયાના MiG-29, ફ્રાન્સના Mirage-2000 અને એંગ્લો-ફ્રેન્ચ Jaguarને હટાવશે. તેમના સ્થાન પર તેજસ Mk2નો સમાવેશ થશે.

HALની ઉત્પાદન યોજના

પ્રારંભિક તબક્કામાં વાયુસેનાએ 120 વિમાનોનો ઓર્ડર HALને આપ્યો છે, પરંતુ જૂના વિમાનોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અંતિમ આંકડો 200થી વધુ પહોંચે તેવી શક્યતા છે. HAL ઉત્પાદન ક્ષમતા વધારવા પર કામ કરી રહ્યું છે. હાલ Mk1A માટે ત્રણ એસેમ્બલી લાઈન તૈયાર છે, જ્યાંથી દર વર્ષે 30 વિમાનો તૈયાર થાય છે. Mk2 માટે શરૂઆતમાં દર વર્ષે 24 જેટનું ઉત્પાદન થશે, જેને પછી વધારીને 30 સુધી લઈ જવાની યોજના છે.

તેજસ Mk2ની ખાસિયતો

  • 4.5 જનરેશનનું મધ્યમ વજનનું મલ્ટી-રોલ ફાઇટર વિમાન

  • શક્તિશાળી GE F414 એન્જિન, જેનું ઉત્પાદન ભારતમાં જ થશે

  • સ્વદેશી ઉત્તમ AESA રડાર, વધુ સારી દેખરેખ અને લક્ષ્ય સાધવાની ક્ષમતા

  • આધુનિક શસ્ત્રો સાથે સુસજ્જ, જેમાં લૉંગ રેંજની અસ્ત્ર મિસાઇલ પણ સામેલ

  • હાલના વિમાનો અને ભવિષ્યના AMCA (5મી જનરેશન ) વિમાનો વચ્ચે તકનીકી અંતરને પૂરી પાડનાર

એન્જિન ઉત્પાદનમાં ભાગીદારી

HAL અને અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક વચ્ચેના ઐતિહાસિક કરાર અંતર્ગત GE F414 એન્જિનનું લાઇસન્સ ઉત્પાદન ભારતમાં જ થશે. આ આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટું માઇલસ્ટોન છે.

પ્રથમ ઉડાન ક્યારે?

તેજસ Mk2નો વિકાસ ઝડપી ગતિએ ચાલી રહ્યો છે. આ વિમાનની પ્રથમ પરીક્ષણ ઉડાન 2027માં અપેક્ષિત છે, જ્યારે મોટા પાયે ઉત્પાદન 2031થી શરૂ થશે. આ પ્રોજેક્ટ ભારતીય વાયુસેનાની ભવિષ્યની જરૂરિયાતો અને લડાકૂ ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી