Home Health-lifestyle Hair Wash At The Salon Can Be Risky Increased Risk Of Stroke

સાવધાન, શોખ ભારે ન પડે : પાર્લરમાં હેરવૉશ કરાવવા પડી શકે ભારે, વધ્યો સ્ટ્રોકનો ખતરો

સાવધાન, શોખ ભારે ન પડે
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 05:47 PM IST

આજકાલ સૌ કોઈ ખૂબસૂરત દેખાવા માંગે છે અને તેના માટે ખૂબ જ મહેનત પણ કરે છે. આ માટે લોકો બ્યુટી પાર્લરમાં જાય છે. ખાસ કરીને વાળની સંભાળ માટે હેર વોશ કરાવવાનું અને હેર સ્પા તેમજ હેર ટ્રીટમેન્ટ ખૂબ જ વધારે પ્રમાણમાં કરાવવામાં આવે છે. પાર્લરમાં હેરવોશ કરવું એક સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે, આ આદત સ્ટ્રોકનું કારણ બની શકે છે? ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે આ ખતરો વધારે જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

શું છે 'પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ' ?

પાર્લરમાં વાળ ધોવા માટે એક ખાસ વોશ બેસિન હોય છે. આ બેસિન પર માથું રાખવાની અને વારંવાર ગરદનને ફેરવવાથી, ગર્દનમાં હાજર એક નસ દબાઈ જાય છે. કારણ કે તે નસ આપણા મગજને લોહી પહોંચાડે છે, એવામાં જો તે દબાઈ જાય તો મગજને પુરું લોહી નથી મળતું અને તે સ્ટ્રોકનું કારણ બની શકે છે. ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે. જો તમને વાળ ધોવડાવતા સમયે આંખો સામે બધુ ધુંધળુ થઈ જાય કે, ઉલટી જેવું થાય તો તમારે તરત જ એ લક્ષણોને ગંભીરતાથી લેવા જોઈએ.

આટલું રાખો ધ્યાન

પાર્લરમાં વાળ ધોવડાવતા સમયે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વાળ ધોતા સમયે ગર્દન વધારે ન ઝુકાવો. હેર વોશ સમયે ગર્દન નીચે કોઈ સપોર્ટ લો. વાળ ધોવડાવવામાં વધુ સમય ન લાગે તે જુઓ. જો તમને કોઈ સમસ્યા છે તો પાર્લરમાં વાળ ધોવડાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ લો. શક્ય હોય ત્યાં સુધી ઘરે જ વાળ ધુઓ.

(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. OffBeatStories તેની પુષ્ટિ નથી કરતું. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now