Home Gujarat Gujaratis Ready To Spend Rs 590 Lakh For A 31st Party In Ahmedabad

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે ગુજરાતીઓ 5.90 લાખ ખર્ચવા તૈયાર : રાજકોટમાં યુક્રેનની લેરા ‘રોલા’ પાડશે, તો અમદાવાદમાં 'DJ ચેતસ' ધૂમ મચાવશે!

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે ગુજરાતીઓ 5.90 લાખ ખર્ચવા તૈયાર
Published by: OBS Bureau
Last Updated: Dec 28, 2025, 05:24 AM IST

નવા વર્ષની ઉજવણીને લઈને ગુજરાતમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2025ની ખરાબ યાદોને ‘બાય બાય’ કહી અને સારી યાદોને સંભારણા બનાવી 2026માં સાથે લઈ જવા નવ જુવાનીયા તૈયાર છે. આ વર્ષે પણ ગરબા પ્રિય ગુજરાતીઓ ઈન્ટરનેશનલ ડીજેના તાલે વેસ્ટર્ન ડાન્સ મૂવ્સ કરી ડોલશે અને પાક્કી ગુજરાતની વાઈબ સાથે નવા વર્ષનું સ્વાગત કરશે. થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છે અને રાજ્યના અલગ-અલગ શહેરોમાં ભવ્ય ન્યુ ઈયર પાર્ટીઓ યોજાઈ રહી છે.

અમદાવાદમાં ‘ન્યુ ઈયર ઈવ 2026’ પાર્ટી પાસના 5.90 લાખ?

ગુજરાતમાં સૌથી મોંઘા પાર્ટી પાસ અમદાવાદની ‘ન્યુ ઈયર ઈવ 2026’ પાર્ટીના છે. અહીં 15 લોકોનું ગ્રુપ બેસી શકે તેવા પ્રીમિયમ ટેબલના પાસની કિંમત 5.90 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ પાર્ટીમાં ભારતના ટોપ-3 ડીજેમાં સ્થાન ધરાવતા ડીજે ચેતસ પોતાની ધમાકેદાર મ્યુઝિકથી પાર્ટી લવર્સને ઝૂમવા મજબૂર કરશે. અમદાવાદની આ પાર્ટી લક્ઝરી અને એન્ટરટેઇનમેન્ટનું પરફેક્ટ કોમ્બિનેશન બની ગઈ છે.

રાજકોટમાં ‘એબિઝા ફેસ્ટ’નો ક્રેઝ

રાજકોટમાં પણ ન્યુ ઈયરની ઉજવણી શાનદાર રીતે થવાની છે. અહીં સૌથી મોંઘો પાસ ‘એબિઝા ફેસ્ટ’ પાર્ટીનો છે. આ પાર્ટીમાં 10 લોકો માટેના સ્કાયડેક ટેબલનો ભાવ 1,15,191 રૂપિયા રાખવામાં આવ્યો છે. રાજકોટીયન્સને મોજ કરાવવા માટે યુક્રેનની ફેમસ ડીજે લેરા નોતા (રોલા) સાથે ડીજે ટ્રાપેર્સ પોતાની પરફોર્મન્સ આપશે. ખાસ વાત એ છે કે રાજકોટમાં સ્કાયડેક ટેબલનો ભાવ પણ 1,15,191 રૂપિયા જ છે, જે શહેરની સૌથી પ્રીમિયમ પાર્ટી ગણાય છે.

સુરતમાં ક્યું પાર્ટી પ્લોટ ટ્રેન્ડિંગમાં?

સુરતમાં ન્યુ ઈયરની પાર્ટી માટે સૌથી મોંઘો પાસ ‘ધ ફાઈનલ કોલ 4.0’નો છે. અહીં બિલિયોનર લોન્જમાં 6 લોકો માટેના પ્રીમિયમ ટેબલના પાસની કિંમત 19,999 રૂપિયા રાખવામાં આવી છે. સુરતના યુવાનો માટે આ પાર્ટી સ્ટાઈલ, મ્યુઝિક અને મોજ-મસ્તીનો પરફેક્ટ ઓપ્શન બની છે.

થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે ગુજરાતીઓ દિલ ખોલીને ખર્ચ કરી રહ્યા?

વડોદરામાં ન્યુ ઈયરની સૌથી મોંઘી પાર્ટી ‘ફ્યુઝન ફેસ્ટ’ છે. અહીં 5 લોકોના ગ્રુપ માટેના પાસની કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવી છે. વડોદરાના યુવાનો પણ ધમાકેદાર મ્યુઝિક, ડાન્સ અને ફન સાથે નવા વર્ષનું સ્વાગત કરવા તૈયાર છે. કુલ મળીને કહીએ તો, આ વર્ષે થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે ગુજરાતીઓ દિલ ખોલીને ખર્ચ કરી રહ્યા છે. અમદાવાદથી લઈને રાજકોટ, સુરત અને વડોદરા સુધી ડીજે પાર્ટીઓ, ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ્સ અને પ્રીમિયમ પાસ સાથે 2026નું સ્વાગત ભવ્ય રીતે થવાનું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now