Home Automobile Gujarati Newsoffbeat Stories Tata Tigorhyundai Auramaruti Dzirebest Sedan Carsbest Sedan Cars For Daily Usebest Car For Mileagebest Car In Daily Use

ફેમિલી અને રોજિંદા વપરાશ માટેની આ ત્રણ શાનદાર સેડાન કાર! : જાણો કિંમત, ફીચર્સ અને માઇલેજ વિશેની માહિતી

ફેમિલી અને રોજિંદા વપરાશ માટેની આ ત્રણ શાનદાર સેડાન કાર!
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 10:08 AM IST

These three great sedan cars for family and everyday use: આજના સમયમાં SUV નો ક્રેઝ ચોક્કસથી વધી ગયો છે, પરંતુ સેડાન કાર આજે પણ પોતાની અલગ ઓળખ ધરાવે છે. સેડાન કાર વધુ કમ્ફર્ટ, સારી રાઇડ ક્વોલિટી અને લાંબા અંતરની મુસાફરીમાં સરળ એક્સપિરિયન્સ માટે જાણીતી છે. ખાસ કરીને ફેમિલી ઉપયોગ અને રોજિંદા ડ્રાઇવ માટે સેડાનને વધુ સારો ઓપ્શન માનવામાં આવે છે. જો તમારું બજેટ મર્યાદિત છે અને તમે સેફટી, સારી માઇલેજ આપતી અને વિશ્વસનીય સેડાન કાર શોધી રહ્યા છો, તો ભારતીય બજારમાં કેટલીક શ્રેષ્ઠ સસ્તી સેડાન ઉપલબ્ધ છે. જાણો આ કારના ફીચર્સ, કિંમત અને માઇલેજ વિશેની માહિતી.

Tata Tigor

Tata Tigor એ ભારતની સૌથી સસ્તી સેડાન કાર છે, Tata Tigor ની એક્સ-શોરૂમ કિંમત 5.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 8.74 લાખની આસપાસ છે. આ કાર પેટ્રોલ અને CNG બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ વેરિઅન્ટ આશરે 19.2kmpl ની માઇલેજ આપે છે, જ્યારે CNG વેરિઅન્ટ 26 km/kg સુધીની માઇલેજ આપવા સક્ષમ છે. Tata Tigor સેફટીની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે અને તેને ગ્લોબલ NCAP તરફથી 4-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. મજબૂત બોડી સ્ટ્રક્ચર, એરબેગ્સ અને ABS જેવા ફીચર્સ તેને નાના પરિવાર માટે વિશ્વસનીય ઓપ્શન બનાવે છે.

Hyundai Aura

Hyundai Aura ની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે, અને ટોપ-વેરિઅન્ટની કિંમત 8.54 લાખ રૂપિયા સુધીની છે. અને આ Hyundai Aura પેટ્રોલ અને CNG ઓપ્શનમાં પણ આવે છે. Hyundai Aura પેટ્રોલ વેરિઅન્ટમાં લગભગ 20.5kmpl અને CNG માં 25 km/kg સુધીની માઇલેજ આપે છે. Hyundai Aura ની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે તમામ વેરિયન્ટ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ સાથે આવે છે. આ સિવાય ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ તેને રોજિંદા ઉપયોગ માટે આરામદાયક અને પ્રીમિયમ બનાવે છે.

Maruti Dzire

Maruti Dzire ભારતની સૌથી વધુ વેચાતી સેડાન કાર છે. Maruti Dzire ની એક્સ-શોરૂમ કિંમત 6.26 લાખથી શરૂ થઈને 9.31 લાખ સુધીની છે. Maruti Dzire પેટ્રોલ વેરિઅન્ટમાં આશરે 25.71 kmpl ની માઇલેજ આપે છે અને CNG વેરિઅન્ટ 33.73 km/kg સુધીની માઇલેજ આપે છે. તેમાં 6 એરબેગ્સ, મોટી ટચસ્ક્રીન, સનરૂફ અને 360 ડિગ્રી કેમેરા જેવા મોર્ડન ફીચર્સ છે. સેફટીમાં Maruti Dzire ને 5-સ્ટાર રેટિંગ પણ મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now