Home Gujarat Gujarati News Offbeat Stories Shravan 2025 Jamanagar Temple Mahadev Temple Demolition Gujarat

શ્રાવણના પહેલાં દિવસે જ મનપાની વિચિત્ર હરકત : લોકોની ધાર્મિક લાગણીઓ સાથે તંત્રના ચેડા, જામનગર મનપાએ તોડી પાડ્યું શિવમંદિર!

શ્રાવણના પહેલાં દિવસે જ મનપાની વિચિત્ર હરકત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 25, 2025, 10:01 AM IST

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વહેલી સવારથી ઠેર-ઠેર શિવમંદિરોમાં હરહર મહાદેવનો નાદ ગૂંજી રહ્યો છે. એવામાં રાજ્યના જામનગર જિલ્લામાં જોવા મળી તંત્રની વિચિત્ર હરકત. આજના દિવસે જ્યારે લોકો પવિત્ર શ્રાવણ માસની પુજાનો પ્રારંભ કરી રહ્યાં છે. ત્યારે એ જ સમયે જામનગર મનપા દ્વારા તંત્રનું બુલડોઝર ફેરવીને શિવમંદિર તોડી પાડવામાં આવ્યું.

હાલ સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જામનગરના આ શિવમંદિર સાથે હજારો લોકોની આસ્થા જોડાયેલી હતી. મનપા દ્વારા જે મંદિરને તોડી પાડવામાં આવ્યું છે તેનો વી઼ડિયો ચારેકોર પ્રસરી ગયો છે. સ્થાનિકો દ્વારા પણ જામનગર મનપાની આ પ્રકારની વિચિત્ર હરકતનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

જુની આરટીઓ કચેરીથી પ્રદર્શન ગ્રાઉન્ડને જોડાતા માર્ગ પર આવેલા એક માર્ગ મંદિરને તોડી પડાવા જામનગર મનપાએ બુલડોઝ બોલાવ્યું. બુલડોઝરની મદદથી મનપાના અધિકારીઓએ શિવમંદિરને તોડી પાડ્યું. જેથી લાખો લાકોની આસ્થા સામે અનેક સવાલ ખડા કર્યા છે. ત્યારે એક સવાલએ પણ છેકે, સનાતન ધર્મના પ્રતિક સમા શ્રાવણ માસના પહેલાં જ દિવસે મનપાની આ હરકત કેટલી યોગ્ય છે.

જામનગરના રણમલ લેક ડેવલોમેન્ટ-2 મુજબ નવો માર્ગ બનનાર છે. જેને પગલે માર્ગમા રહેલુ જંગલેશ્વર મહાદેવ મંદિરને તોડી પડાવામા આવ્યું છે. જોકે, મંદિરના સંચાલકો દ્વારા નજીકમાં નવું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now