Home Agriculture Gujarati News Offbeat Stories Red Potato Farming Pink Potato Agriculture

'ગુલાબી' સોનાની ખેતી! : 6 લાખ સુધીની આવક મેળવવી હોય તો કરો આ ખેતી, જાણો ખર્ચ, આવક, ઉપજ અને ઉપયોગ વિશે સંપૂર્ણ માહિતી

'ગુલાબી' સોનાની ખેતી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 03:59 AM IST

યોગ્ય આયોજન અને સંપૂર્ણ માહિતી સાથે આધુનિક અને પ્રાકૃતિક ખેતીનું સંગમ કરવામાં આવે તો ખેડૂતો ઓછા ખર્ચે બમણી આવક મેળવી શકે છે..જેનું સૌથી મોટું ઉદાહરણ છે ગુલાબી બટાટાની ખેતી..સામાન્ય બટાટાથી વધુ પૌષ્ટીક અને વધુ ડિમાન્ડ ધરાવતા ગુલાબી બટાટાની ખેતીમાં ખેડૂતો સારી આવક મેળવી શકે છે.ગુલાબી બટાટા આકર્ષક લાલ રંગની છાલ અને પૌષ્ટિક ગુણો માટે જાણીતું છે. ભારતમાં ખાસ કરીને ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં આ બટાટાની ખેતી વ્યાપકપણે થાય છે. તેનો ઉપયોગ ઘરેલું રસોઈથી લઈને ઔદ્યોગિક ઉત્પાદનો સુધી થાય છે.

ક્યારે કરવી ગુલાબી બટાટાની ખેતી?

ગુલાબી બટાટાની ખેતી માટે રેતાળ અને ફળદ્રૂપ જમીન આદર્શ છે. pH 5.5થી 6.5ની સાથે 15°Cથી 25°Cની આબોહવા ખેતી માટે યોગ્ય છે. અને આ બટાટાની ખેતી માટે ઓક્ટોબર-નવેમ્બરનો સમય શ્રેષ્ઠ રહે છે. ખેતરની 2-3 વખત ખેડ, હેક્ટરદીઠ 10થી15 ટન સેન્દ્રિય ખાતર, 20થી 25 ક્વિન્ટલ બિયારણ, 2-3 સેન્ટી મીટર ઊંડાઈ અને 20-25 સેન્ટીમીટરના અંતરે બીજનું વાવેતર કરવું. પ્રથમ સિંચાઈ વાવણીના 15 દિવસે અને પછી 10-12 દિવસના અંતરે કરવી. 90થી 120 દિવસે જ્યારે પાંદડા પીળા પડે ત્યારે લણણી કરવામાં આવે છે.

ખર્ચ અને આવકનું ગણિત

એક હેક્ટર જમીનમાં ખેતીમાં પ્રારંભિક ખર્ચ 80થી 1.20 લાખ સુધી થઇ શકે છે. જેમાં 30થી 40 હજાર બિયારણનો, 10 હજાર જમીન તૈયાર કરવાનો ખાતર અને કીટનાશક માટે 20થી 30 હજાર, સિંચાઈ માટે 10 હજાર અને મજૂરીનો 20 હજારનો ખર્ચ થાય છે. ગુજરાત સરકારની બટાટા સહાય યોજના હેઠળ ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ માટે પ્રતિ કિલો 1 રૂપિયો અથવા પ્રતિ કટ્ટાએ 50 રૂપિયા (મહત્તમ 600 કટ્ટા) સુધીની સહાય મળે છે.એક હેક્ટર દીઠ 20-30 ટન ઉત્પાદન મળે છે. બજારમાં એક કિલોના 15થી 25 રૂપિયા ભાવ મળે છે. જેના આધારે એક હેક્ટરમાં 3થી 7.50 લાખ સુધીની આવક થઈ શકે છે. જેમાંથી ખર્ચ બાદ કરતા 2થી 6 લાખ સુધીની ચોખ્ખી આવક થઈ શકે છે.

ગુલાબી બટાટાનો ઉપયોગ શેમાં થાય છે?

મુખ્યત્વ ખોરાકમાં આ બટાટાનો ઉપયોગ થાય છે. શાક, ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ અને સલાડમાં ઉપયોગ થાય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન C, પોટેશિયમ અને ફાઈબર હોય છે. જે પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઔદ્યોગિક રીતે આ બટાટાનો ઉપયોગ ચિપ્સ, ફ્રોઝન ફૂડ અને સ્ટાર્ચ ઉત્પાદનમાં થાય છે. તેની લાલ છાલ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોવાથી આરોગ્ય માટે ઉત્તમ છે.

ખેડૂતોને થઈ શકે છે અધધ ફાયદો

આ ખાસ બટાટાની ખેતી ખેડૂતો માટે લાભદાયી છે કારણ કે તેની માંગ ઘરેલું અને ઔદ્યોગિક બજારમાં સતત વધે છે. ઓછા ખર્ચે વધુ ઉપજ અને સરકારી સહાય યોજનાઓ આ ખેતીને આકર્ષક બનાવે છે. યોગ્ય આયોજન, આધુનિક ટેકનોલોજી અને બજાર વ્યવસ્થાપનથી ખેડૂતો આ ખેતી દ્વારા સ્થિર આવક મેળવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now