Home Gujarat Gujarat Weather Ambalal Patel Predicts Heavy Rain

અંબાલાલ પટેલની ફરી આવી ગઈ 'આકાશી આફત'ની આગાહી : વાવાઝોડું, ધોધમાર વરસાદ, નદીઓ બનશે ગાંડીતૂર, પડશે ત્યાં થશે પાણી પાણી?

અંબાલાલ પટેલની ફરી આવી ગઈ 'આકાશી આફત'ની આગાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 10:58 AM IST

અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેઓએ જણાવ્યુ છે કે ઓગસ્ટ માસમાં રાજ્યના ભાગોના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. વરસાદ જ્યાં ખાબકે ત્યાં તે ભારે પ્રમાણમાં ખાબકી શકે છે.


ધોધમાર વરસાદ પડી શકે!

તેમણે આગાહી કરી છે કે, ઓગસ્ટના શરૂઆતના દિવસો એટલે કે 1, 2 અને 3 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની પૂરી શક્યતા જણાઈ રહી છે. ત્યારબાદ 6 થી 10 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદ વરસી શકે છે. ઓગસ્ટના ત્રીજા સપ્તાહે એટલે કે 20થી 22 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. આગાહી મુજબ ઓગસ્ટના અંતિમ સપ્તાહ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તાપી નદીનું જળ સ્તર વધી શકે છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સતત ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.


નવેમ્બર મહિનાથી વાવાઝોડાની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, આ વરસાદ સતત એક વિસ્તારમાં નહીં પણ અલગ–અલગ વિસ્તારોમાં વરસી શકે છે, જોકે, માત્ર ઓગસ્ટ જ નહીં, પણ સપ્ટેમ્બર માસમાં પણ રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. નવેમ્બર મહિનાથી વાવાઝોડાની સિઝન શરૂ થવાની શક્યતા છે, જે ડિસેમ્બર સુધી ચાલે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now