Home Sports IPL 2026 Gujarat Titans Vs Rajasthan Royals Ipl 2026 Match Report

IPLમાં ગુજરાત ટાઇટન્સનો દબદબો યથાવત : રાજસ્થાન 152 રનમાં સમેટાઈ ગયું

Gujarat Titans, Rajasthan Royals
Published by: Vishal Dave
Last Updated: May 09, 2026, 06:41 PM IST

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની મહત્વપૂર્ણ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવી સતત ચોથી જીત નોંધાવી. રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ગુજરાતના બેટર્સે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શનની શાનદાર અડધી સદીના આધારે ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 229 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. બંને બેટર્સે ઝડપી રનગતિ જાળવી રાખીને રાજસ્થાનના બોલર્સ પર સતત દબાણ બનાવ્યું હતું.

230 રનના કઠિન લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી હતી. રાજસ્થાન તરફથી કોઈ પણ બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા હતા, પરંતુ તેમને અન્ય બેટર્સનો પૂરતો સાથ મળ્યો નહોતો. આખી ટીમ 16.3 ઓવરમાં માત્ર 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ગુજરાત માટે રાશિદ ખાને ઘાતક બોલિંગ કરતાં 33 રનમાં 4 વિકેટ ઝડપી હતી અને મેચને સંપૂર્ણપણે ગુજરાત તરફ ઝુકાવી દીધી હતી. જેસન હોલ્ડરે 3 અને કાગીસો રબાડાએ 2 વિકેટ મેળવી રાજસ્થાનની બેટિંગ લાઇનઅપને સંપૂર્ણ રીતે તોડી નાખી હતી. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે IPL 2026માં પોતાનું મજબૂત પ્રદર્શન યથાવત રાખ્યું છે અને ટીમ હવે પોઇન્ટ્સ ટેબલમાં વધુ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now