Home Gujarat Gujarat Records 6293 Percent Of Seasons Rainfall

ગુજરાતમાં સિઝનનો 62.93 ટકા વરસાદ નોંધાયો : 51 જળાશયો હાઈ એલર્ટ, 24 ડેમ એલર્ટ પર...

ગુજરાતમાં સિઝનનો  62.93 ટકા વરસાદ નોંધાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 11:33 AM IST

રાજ્યમાં વરસાદી મોસમ જોરદાર જામી છે, ક્યાંક ઝાપટા તો ક્યાંક ધમધોકાર વરસી રહ્યો છે. સાથો સાથ ઉપરવાસમાં પણ સારા વરસાદના પગલે ડેમોમાં પણ નવા નીરો આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 62.93 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 51 જળાશયો હાઈ એલર્ટ મુકવામાં આવ્યા છે. જ્યારે 24 ડેમ એલર્ટ પર તેમજ 21 ડેમ વોર્નિગ પર મુકવામાં આવ્યા છે.


છેલ્લા ત્રણ વર્ષમાં કેટલો વરસાદ વરસ્યો

આ સિઝનમાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો


રાજ્યમાં ડેમોની સ્થિતિ

આ ચોમાસામાં સ્થળાંતરની વિગતો

બસ સેવામાં પણ અસર થઈ હતી

કુદરતી આપદા જેમ કે, ભારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિઓમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ-GSRTCની બસ મુસાફરોને સમયસર અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે કટિબદ્ધ રહી છે. હાલ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં તા.1 જૂન 2025થી લઈને અત્યારસુધી એટલે કે, 30 જૂલાઈ 2025 સુધીમાં રાજ્યના 125 એસ.ટી ડેપોમાંથી 24 લાખથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને 9 કરોડથી વધુ મુસાફરોને નિગમની બસો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડ્યા છે. રાજ્યમાં જૂન માસમાં ભારે વરસાદ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ જિલ્લાની ફક્ત 1.40% ટ્રીપો રદ થઇ હતી. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાની 1.60% ટ્રીપો રદ કરવામાં આવી હતી. જુલાઈ માસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં થયેલ ભારે વરસાદથી 0.64% ટ્રીપો રદ કરવામાં આવી હતી. આ રદ થયેલ ટ્રીપો માત્ર ત્રણ દિવસમાં નિગમે પુન: કાર્યરત કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now