Home Gujarat Gujarat Rajkot Sdm Given One More Work For Teacher In Lokmeda

શિક્ષકોને વધુ એક સરકારી કામ કરવાનો આદેશ : લો બોલો! હવે લોકમેળામાં નેતાઓ માટે જમવાની વ્યવસ્થા પણ શિક્ષકો કરશે

શિક્ષકોને વધુ એક સરકારી કામ કરવાનો આદેશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 09:56 AM IST

ગુજરાતમાં શિક્ષકોને સરકાર દ્વારા શિક્ષણ સિવાય આપવામાં આવતી વધારાની કામગીરીમાં વધુ એક કામનો ઉમેરો થયો છે આ પહેલા મતદાર યાદી - ચૂંટણી પ્રક્રિયા, વસ્તી ગણતરી, લોકોને બસ દ્વારા મુખ્યમંત્રી - પીએમની સભામાં લઈ જવા સહિત 'રાષ્ટ્રીય કામગીરી' શિક્ષકોને સોપવામાં આવતી હતી હવે લોકમેળા દરમિયાન VVIP ના લેબલ હેઠળ વહીવટી વ્યવસ્થા ચલાવવાની તક આપવામાં આવશે એટલે કે રાજકારણીઓ માટે મળવાની વ્યવસ્થા પણ કરવી પડશે. આ લોકમેળાનું આયોજન રાજકોટ જિલ્લાના જસદણ પ્રાંતના ડેપ્યુટી કલેક્ટર, ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ડેપ્યુટી ચેરમેન, ત્રીસ આચાર્યો અને એક સહાયક શિક્ષક દ્વારા કરવામાં આવે છે. આ મેળામાં SDM દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે જેમાં શિક્ષકને VVIP ભોજનના સંચાલનમાં મદદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


શિક્ષકોને શિક્ષણ સિવાયના ઘણા સરકારી કામ આપવામાં આવે છે તેમાં એક વધારાના કામનો ઉમેરોતો થયો છે અને તે ઉપરાંત તેમના પર નજર રાખવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લોકમેળાના ત્રીસ દિવસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિર મુકામે હાજર રહેવાની પણ તાકીદ હુકમમાં કરવામાં આવી છે. SDM દ્વારા કરાયેલા આદેશમાં કયા શિક્ષક અને કયા આચાર્યને કઈ તારીખે હાજર રેહવાનું છે તેનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેળામાં વધારે પ્રમાણમાં લોકો આવતા હોવાથી અને શ્રાવણ માસમાં ભક્તિનું મહત્વના આધારે મેળામાં તે દરમિયાન લોક ડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમ, શિવ કથા વગેરે જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લીધે વહીવટી કામગીરી મોટા પ્રમાણમાં કરવામાં આવશે.



જસદણ પ્રાંતના અધિકારી દ્વારા જે લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં આચાર્ય-શિક્ષકની પસંદગી કરતી વખતે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હોય તેવું હુકમ જોઈને લાગી રહ્યું છે. કારણકે લોકોની ધાર્મક આસ્થાનું મહત્વ રાખતા કોઈ મુસ્લિમ શિક્ષકનો આ લીસ્ટમાં સમાવેશ કરાયો નથી દરેક કર્મચારીઓ હિન્દૂ ધર્મના છે.


શિક્ષણ મંત્રીએ આ મુદ્દે આપ્યું નિવેદન

આ બાબતે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે પ્રતિક્રિયા આપી છે જેમાં તેઓએ પત્રકારોને કહ્યું કે, "પવિત્ર શ્રાવણ માસના મહિમાને ધ્યાનમાં રાખીને અને ખાસ ઘેલા સોમનાથ મહાદેવના ઈતિહાસને પણ ધ્યાનમાં રાખીને દર વર્ષે લોકો મોટી સંખ્યામાં આસ્થા અને શ્રદ્ધાથી આવતા હોય છે, મળેલ માહિતી મુજબ શિક્ષકોને આપવામાં આવેલા કામગીરીનો આદેશ યોગ્ય નથી તેને રદ્દ કરવા મારા દ્વારા આદેશ અપાયા છે, શાળા શરુ થયા પહેલા અથવા છુટ્યા બાદ કે રાજાના દિવસોમાં સ્વેછીક રીતે શિક્ષકો અને ભક્તો સેવાનું કામ કરી શકે છે પરંતુ આવો આદેશ કરવો યોગ્ય નથી".

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now