Home Gujarat Gujarat Rajkot Navyug School Student Trip Sasan Gir Resort Student Dies

સ્કૂલના 'મજા' ના પ્રવાસમાં મળ્યું 'મોત'! : રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી રાજકોટના ધો. 8 માં ભણતા વિદ્યાર્થીનું મોત

સ્કૂલના 'મજા' ના પ્રવાસમાં મળ્યું 'મોત'!
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 10:17 AM IST

ગયો છે. અહીં ગીરના એક રિસોર્ટમાં એક અકસ્માત સર્જાયો જેમાં એક 14 વર્ષીય બાળકનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થીના પરિજનો સહિત શાળા પરિવારમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો છે.

જાણો શું હતી સમગ્ર ઘટના ?

પ્રાપ્ત માહિતી મુજબ શ્રી નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત ગીર સાસણ લઈ જવામાં આવ્યા હતા. પ્રવાસ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ ‘ધ ગીર ગેટવે રિસોર્ટ’ ખાતે રોકાયા હતા. આ દરમિયાન વિદ્યાર્થી હાર્દિક બારૈયા રિસોર્ટના સ્વિમિંગ પૂલ પાસે ગયો હતો.

હાર્દિક નાહવા માટે પાણીમાં ઉતરતા જ અચાનક પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા જ સાથે રહેલા શિક્ષકોએ તાત્કાલિક હાર્દિકને પૂલમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેની હાલત ગંભીર જણાતાં તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

આ તરફ દુઃખદ ઘટનાથી સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. સાથે જ મૃતક વિદ્યાર્થીના પરિજનોને પણ જાણ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં રહેલી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. હાલ આ બનાવને અકસ્માતે મોત તરીકે ગણાવી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ શાળા પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અને યોગ્ય દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

પ્રધ્યુમન વાઝાએ જવાબ આપવાનું ટાળ્યું

હિંમતનગરમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ અંતર્ગત સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન પ્રસંગે પહોંચેલ શિક્ષણ પ્રધાન પ્રધ્યુમન વાઝાએ રાજકોટમાં બાળકના મોત મામલે મીડિયાએ કરેલ સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now