GEN-Z વિરોધ દરમિયાન થયેલા જેલ બ્રેક બાદ નેપાળ તરફ ફરાર થયેલા આરોપીઓની સફળ ધરપકડ બદલ SOG અને ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર, ગુજરાત પોલીસના અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. SSB ના મહાનિર્દેશકે વ્યાવસાયિક યોગ્યતા, ખંત અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ પસંદગીના અધિકારીઓને ડીજીની સિલ્વર ડિસ્ક સાથે પ્રશંસનીય પ્રમાણપત્ર તેમજ પ્રશંસનીય રોલ એનાયતની જાહેરાત કરાઈ છે.
DG સિલ્વર ડિસ્ક સાથે પ્રશંસાપત્ર એનાયત
આ સન્માન પ્રાપ્ત કરનાર અધિકારીઓમાં સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ, IPS (ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર) અને નાયબ પોલીસ કમિશનર શ્રી રાહુલ ત્રિપાઠી, IPS નો સમાવેશ થાય છે. બંને અધિકારીઓને DGની સિલ્વર ડિસ્ક સાથે પ્રશંસનીય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
ઉપરાંત SOG, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. દેસાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ જીલુસિંહને પણ આ સન્માન મળ્યું છે. ASI મહેન્દ્રસિંહ મંગળસિંહ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ કાનાભાઈ, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્ર ભવરલાલ અને પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ દશરથસિંહને ડીજીના પ્રશંસાપત્રથી નવાજવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓએ આરોપીઓને નેપાળમાંથી શોધી કાઢી કાયદાની પકડમાં લાવવા માટે સંકલિત અને જોખમી ઓપરેશન પાર પાડ્યું હતું. તેમની બહાદુરી, ટીમ વર્ક અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ આ સન્માન આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
આ અધિકારીઓનું સન્માન
રેન્ક | નામ | યુનિટ |
સંયુક્ત પોલીસ કમિશનર | શરદ સિંઘલ, IPS ક્રાઇમ બ્રાન્ચ | અમદાવાદ શહેર, ગુજરાત પોલીસ |
નાયબ પોલીસ કમિશનર | રાહુલ ત્રિપાઠી, IPS | |
પોલીસ ઇન્સ્પેક્ટર | જે. બી. દેસાઈ | SOG, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર, ગુજરાત પોલીસ |
પોલીસ કોન્સ્ટેબલ | રાહુલસિંહ જીલુસિંહ | |
ASI | મહેન્દ્રસિંહ મંગળસિંહ | |
હેડ કોન્સ્ટેબલ | મુકેશભાઈ કાનાભાઈ | |
હેડ કોન્સ્ટેબલ | વિજેન્દ્ર ભવરલાલ | |
પોલીસ કોન્સ્ટેબલ | જયપાલસિંહ દશરથસિંહ |




















