અમદાવાદમાં વરસાદ વધ્યો તો શાળાઓ બંધ થશે કે વહેલી રજા?: DEOએ શાળા સંચાલકોને શું સૂચન કર્યું


ગાંધીનગર: ગુજરાતમાં નવી શરૂ થયેલી ‘e-Zero FIR’ વ્યવસ્થાના અસરકારક અમલીકરણ માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને સંવેદનશીલતાથી ઝડપી ન્યાય આપવાની કડક સૂચના આપી છે. સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના I4C સાથે સંકલન સાધી આ સિસ્ટમ કાર્યરત કરાઈ છે, જેમાં 1930 પર મળતી ફરિયાદના આધારે આપોઆપ Zero FIR જનરેટ થશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એક નાગરિક ‘ડિજિટલ અરેસ્ટ’ થકી સાયબર ફ્રોડનો ભોગ બનતાં આ સિસ્ટમ હેઠળ રાજ્યની પ્રથમ e-FIR નોંધાઈ હતી, જેના પર ત્વરિત કાર્યવાહી કરીને પોલીસે ₹15.76 લાખથી વધુની રકમ હોલ્ડ કરાવી બચાવી લીધી હતી. આ લોન્ચિંગમાં ગૃહ સચિવ સંજીવ કુમાર સહિત રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.
ગાંધીનગર: ગુજરાત સરકારે સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી અને અસરકારક ન્યાય આપવા માટે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાથી હવે સાયબર ફ્રોડના પીડિતોએ પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં રહે. 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતા જ e-Zero FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશન મોકલી દેવાશે. રાજ્યમાં આવી પ્રથમ e-Zero FIR નોંધાતાં જ ફરિયાદીના રૂ. 15.76 લાખથી વધુ બચાવી લેવાયા છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સુવિધાથી ટેકનોલોજીના માધ્યમથી ઘરબેઠાં સેવા મળશે અને છેતરાયેલી રકમ પરત મેળવવાની શક્યતા વધી જશે.
અમદાવાદ: શહેરમાં ધોધમાર વરસાદ બાદ ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જોધપુર વોર્ડમાં આવેલી 'અર્થ ૧૨ એલિગન્સ' (Earth 12 Elegance) સોસાયટીના બેઝમેન્ટ પાર્કિંગમાં વરસાદી પાણી ઘૂસી જતાં ભારે હોનારત સર્જાઈ હતી. પાણીના તોફાની વહેણને કારણે પાર્ક કરેલી લક્ઝુરિયસ ગાડીઓ એકબીજા પર ચડી ગઈ હતી અને કરોડો રૂપિયાની કારનો કાદવ-કચરામાં ઢગલો થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાઉન્સિલર ભાગ્યેશ પટેલે સ્થળ પર પહોંચી તંત્ર સાથે સંકલન સાધી બેઝમેન્ટમાંથી પાણીનો નિકાલ કરાવવાની કામગીરી હાથ ધરી હતી. અચાનક ઘૂસેલા પાણીથી સોસાયટીના રહીશોને કરોડો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં વરસાદનો બીજો રાઉન્ડ વિધિવત રીતે શરૂ થઈ ગયો છે. આજે પશ્ચિમ અમદાવાદના થલતેજ, બોપલ, ઘૂમા, શેલા અને સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. માત્ર એક જ કલાકના ટૂંકા સમયગાળામાં બે-બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આજે પણ અમદાવાદમાં મુસળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત અને તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.



