Home Gujarat Gujarat News Surat Family Court Acid Attack

સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ અટેક : ભરણપોષણના કેસ વચ્ચે પતિએ પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ગટગટાવી ઝેરી દવા

સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ અટેક
Published by: OBS Bureau
| Last Updated: Mar 13, 2026, 09:03 AM IST

સુરત શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની ફેમિલી કોર્ટમાં ભરણપોષણના કેસ દરમિયાન જ એક વૃદ્ધ પતિએ પોતાની પત્ની પર એસિડ ફેંકી દેતાં કોર્ટ પરિસરમાં ભારે હડકંપ મચી ગયો હતો. આ ઘટના સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આવેલી કોર્ટ નં. 6 માં બની હતી, જ્યાં બંને પતિ-પત્ની કાયદાકીય કાર્યવાહી માટે હાજર રહ્યા હતા.

વકીલો પાસેથી મળતી માહિતી મુજબ પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. આજે પણ બંને કોર્ટમાં હાજર રહ્યા હતા અને સુનાવણીની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન પત્ની આગળની હરોળમાં બેઠી હતી, જ્યારે પતિ તેની પાછળ બેઠેલો હતો. અચાનક પતિએ પોતાના પાસે રાખેલી બોટલમાંથી એસિડ કાઢીને પત્ની પર ફેંકી દીધું. આકસ્મિક બનેલી આ ઘટનાથી કોર્ટરૂમમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મહિલાના ચહેરા પર એસિડ પડતા તેને ગંભીર બળતરા થઈ હતી અને એક આંખ પર તેની અસર જોવા મળી હતી. તેની આસપાસ બેઠેલા કેટલાક વકીલો અને લોકો પર પણ એસિડના છાંટા પડ્યા હતા, જેને કારણે થોડીવાર માટે બળતરા અનુભવાઈ હતી.

ઘટનાના તરત બાદ જ આરોપી વૃદ્ધે પોતે પણ ઝેરી દવા પી લીધી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં કોર્ટ સ્ટાફ અને હાજર લોકો તરત જ દોડ્યા અને બંનેને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર બંનેની ઉંમર અંદાજે 65 થી 70 વર્ષની આસપાસ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાના સાક્ષી બનેલા કેટલાક વકીલોનું કહેવું છે કે શરૂઆતમાં શું બન્યું તે સમજાયું નહોતું, પરંતુ થોડા જ સમયમાં ચીસો અને બળતરા થવાથી સમગ્ર ઘટનાની ગંભીરતા સામે આવી હતી.

આ બનાવ બાદ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થળ પરથી એસિડ ભરેલી બોટલ સહિતના પુરાવા જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય: રાજ્યમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને સંસ્થાઓને હવે તત્કાલ મળશે PNG કનેક્શન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

અમદાવાદ ભદ્ર પાથરણાં બજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો: 586 પાથરણાંવાળાને 21 માર્ચ સુધી પરિસરમાં પુનઃસ્થાપિત કરો, કાયદા વિરુદ્ધ દૂર કરાયા

અમદાવાદ ભદ્ર પાથરણાં બજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો
Play Video

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક': શાળામાં બોમ્બ પ્લાન્ટ કર્યાનો ખોટો મેસેજ મોકલનારની અટકાયત

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક'

ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગની ઘટના: જાણો, કેવી રીતે ઓલવાઈ ઈડર ગઢના ડુંગરો પર આગ?

ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગની ઘટના

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી ઘીના રેકેટનો પર્દાફાશ: ઉત્રાણ પોલીસની મોટી કાર્યવાહી; આ બે મોટી બ્રાન્ડના નામે કરતા હતા 'કાંડ'

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી ઘીના રેકેટનો પર્દાફાશ

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ભૂક્કા કાઢી નાંખશે વરસાદ: આ તારીખોમાં રાજ્યના 17 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ભૂક્કા કાઢી નાંખશે વરસાદ
Play Video

“હવે પોલીસ પણ સુરક્ષિત નથી?”: વડોદરામાં ઘરેલુ ઝઘડામાં વચ્ચે પડેલી પોલીસ પર હુમલો, 112 ટીમના જવાનો સાથે ઝપાઝપી

“હવે પોલીસ પણ સુરક્ષિત નથી?”

કચ્છમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસનો જથ્થો ઝડપાયો: 174 બાટલાં સાથે આરોપી ધરપકડ

કચ્છમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસનો જથ્થો ઝડપાયો
Play Video

નર્મદાનું ડુમખલ ગામ રાજકીય 'પોપટબાજી'ને કારણે વિવાદોના વંટોળમાં!: રાજકીય નેતાઓના આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને 'ગંદી' પોસ્ટ્સને કારણે બન્યું ચર્ચાનું કેન્દ્ર

નર્મદાનું ડુમખલ ગામ રાજકીય 'પોપટબાજી'ને કારણે વિવાદોના વંટોળમાં!
Play Video

વડોદરામાં રાંધણ ગેસનું સંકટ: પીજીમાં રહેતા 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

વડોદરામાં રાંધણ ગેસનું સંકટ

ઉનાળાની શરૂઆત સાથે શાકભાજીના ભાવ વધશે!: અમદાવાદ માર્કેટ યાર્ડ ઇન્સ્પેક્ટરનું મોટું નિવેદન

ઉનાળાની શરૂઆત સાથે શાકભાજીના ભાવ વધશે!
Play Video

ભરૂચ કોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી!: ઈમેલ મળતા કોર્ટ ખાલી કરાયું પરિસર

ભરૂચ કોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી!
Play Video

24 કલાકમાં 4 મહિનાની બાળકીનું રેસ્ક્યુ: 1500 CCTV ફૂટેજ તપાસી આરોપી દંપતીની ધરપકડ

24 કલાકમાં 4 મહિનાની બાળકીનું રેસ્ક્યુ
Play Video

હિંમતનગરની દીકરીએ પિતાનું સપનું કર્યું સાકાર: ગરિમા નામ્બીયાર બની ગુજરાત હાઈકોર્ટની સિવિલ જજ! પ્રથમ પ્રયત્નમાં જીતી લીધું ત્રીજું સ્થાન

હિંમતનગરની દીકરીએ પિતાનું સપનું કર્યું સાકાર

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો ઉગ્ર વિરોધ: યુનિવર્સીટીની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થતું હોવાનો NSUI નો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો ઉગ્ર વિરોધ
Play Video

વડોદરામાં GISF કર્મચારીનો નશામાં ગોળીબાર: કાકાસાહેબ ટેકરા વિસ્તારમાં ભયનો માહોલ, વીડિયો વાયરલ

વડોદરામાં GISF કર્મચારીનો નશામાં ગોળીબાર

મકરપુરા GIDC માં ધોળા દિવસે લૂંટ!: બેંકમાં રૂપિયા જમા કરાવવા જતા યુવક પાસેથી ₹2 લાખ છીનવી આરોપીઓ થયો ફરાર

મકરપુરા GIDC માં ધોળા દિવસે લૂંટ!
Play Video

સુરતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવાની દોડ તેજ: CM ભુપેન્દ્ર પટેલે માર્ગ વિકાસ માટે રૂ. 1,185 કરોડ કર્યા મંજૂર, આર્થિક માસ્ટર પ્લાન તૈયાર

સુરતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવાની દોડ તેજ

અરવલ્લીમાં શામળાજી પાસે SMCનું ફાયરિંગ: પોલીસ કસ્ટડીમાંથી ભાગતા આરોપીને ખભાના ભાગે વાગી ગોળી

અરવલ્લીમાં શામળાજી પાસે SMCનું ફાયરિંગ
Play Video

Gujarat Rain Forecast; ગરમી બાદ વરસાદની આગાહી!: જાણો ગુજરાતમાં કયાં અને ક્યારે પડી શકે છે વરસાદ

Gujarat Rain Forecast; ગરમી બાદ વરસાદની આગાહી!