Home Gujarat Gujarat Legislative Assembly Announcement Of Monsoon Session

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનું એલાન : આ તારીખે શરૂ થશે, 3 દિવસ ચાલશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનું એલાન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 10:56 AM IST

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલે સાતમા સત્રનું આહ્વાન કર્યું છે. જે મુજબ તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બર ચોમાસુ સત્ર રહેશે. આજથી તારીખ 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યઓ તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે.

''સાતમાં સત્રનું આહ્વાન કર્યું''

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે, ''ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચર્ય દેવવ્રતએ પંદરમી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું છે. આ ચોમાસું સત્ર તારીખ 8થી10 સપ્ટેમ્બર દરમિયાન બોલવવામાં આવ્યુ છે''.


''20 ઓગસ્ટ સુધીમાં પ્રશ્નો જમા કરાવવાના રહેશે''

વધુમાં કહ્યું કે, ''ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી 20 ઓગસ્ટ સુધીમાં પ્રશ્નો પત્ર મારફતે મોકલી શકેશે તેમજ પ્રત્યક્ષ રીતે પણ આપી શકશે''


કયા વિધયેકો પર ચર્ચા થશે

આ ત્રણ દિવસમાં GST સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધયક આ બંનેના વટ હુકમ તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે, તે સિવાય પણ સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો તે પણ આગળ લેવામાં આવશે તેમ અધ્યક્ષે વિગતો આપતા જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, કામકાજ સલાહકાર સમિતિની બેઠક તારીખ 6 સપ્ટેમ્બરના રોજ બોલવવામાં આવશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now