અમદાવાદ-ચિલોડા હાઈવે પર ફરી સક્રિય થઈ રિક્ષા ચોરી ગેંગ!: સિક્યુરિટી ગાર્ડના ખિસ્સામાંથી ₹20 હજારની રોકડ ઉડાવી, પોલીસે શરૂ કરી તપાસ


સાબરકાંઠા: રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો વધતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે. સૌથી વધુ અસર સાબરકાંઠાના હિંમતનગરમાં જોવા મળી છે, જ્યાં 7 દર્દીઓમાંથી 3 બાળકોના મોત થયા છે. મૃતકો પૈકી એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે એકનો નેગેટિવ હોવા છતાં મોત થયું છે અને ત્રીજા બાળકનો રિપોર્ટ હજુ બાકી છે. હાલ બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે જિલ્લા આરોગ્ય વિભાગ પર મહત્વની વિગતો છુપાવવાનો આક્ષેપ થતાં તેની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા વાયરસના ફેલાવાને રોકવા તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ: શહેરમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે મેયર, મંદિરના ટ્રસ્ટીઓ અને મનપાના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટની રૂબરૂ મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા દરમિયાન ભક્તો અને રથને કોઈ અવરોધ ન નડે તે માટે રૂટ પર આવતા જર્જરિત મકાનોની તપાસ, રસ્તાઓનું સમારકામ તેમજ નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ કાપવાની (ટ્રિમિંગ) કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. કોર્પોરેશન તંત્ર દ્વારા સુરક્ષિત યાત્રા માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર: ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ માત્ર 9 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ સરેરાશના માત્ર 24.63 ટકા જેટલો જ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદમાં 23.37 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે કૃષિ અને જળસંચય ક્ષેત્રે ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 9 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ 16.45 ઈંચ વરસાદ વરસી ચૂક્યો હતો. હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, માત્ર વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
સુરત: શહેરમાં 7 જુલાઈએ સર્જાયેલી ખાડી પૂરની સ્થિતિ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાત્રે હાઈલેવલ બેઠક યોજીને સ્પષ્ટ કર્યું કે, પૂરની થપાટ ખમનારો એક પણ નાગરિક સહાયથી વંચિત રહેવો જોઈએ નહીં. તંત્રે યુદ્ધના ધોરણે 9,100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કર્યો છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને ₹6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની ચૂકવણી કરી દેવાઈ છે. મનપા તમામ કોમર્શિયલ અને પ્રાઈવેટ બેઝમેન્ટમાંથી મફત પાણી ઉલેચી આપશે. આ ઉપરાંત, વેપારીઓના વીમા ક્લેમ ઝડપથી પાસ થાય તે માટે આરટીઓ અને લીડ બેન્કર મોનિટરિંગ કરશે. સુરક્ષાના ભાગરૂપે સંપૂર્ણ જળ નિકાલ બાદ જ સોસાયટીઓમાં વીજળી પુનઃ શરૂ કરાશે.
વડોદરા: શહેરમાં ઇકો-ટૂરિઝમને વેગ આપવા માટે આજવા ખાતે આશરે 150 એકર જમીન પર અત્યાધુનિક ‘વાઇલ્ડલાઇફ સફારી પાર્ક’ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂરિઝમ સર્કિટના ભાગ રૂપે બનનારા આ પાર્કમાં મુલાકાતીઓ સિંહ અને વાઘ ઉપરાંત જિરાફ અને ઝીબ્રા જેવા વિદેશી પ્રાણીઓ પણ જોઈ શકશે. વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા આ પ્રોજેક્ટનું કામ જાતે જ આગળ ધપાવવામાં આવી રહ્યું છે, જેનો પ્રથમ તબક્કો આગામી દોઢ-બે વર્ષમાં પૂર્ણ થશે. આ હાઇટેક સફારી પાર્કથી વાર્ષિક ₹100 કરોડની કમાણી થવાની અને અંદાજે 4500 નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે, જેનાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને મોટો ફાયદો થશે.



