અમરેલીમાં યુવક પર જીવલેણ હુમલા બાદ સામે આવ્યો સિંહનો ભયાનક Video: તમે ક્યારેય નહીં જોયા હોય વનરાજના આવા દ્રશ્યો!


ગાંધીનગર, 09 જુલાઈ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતોની માહિતી સુરક્ષિત રાખવા માટે ‘વિભાગીય ડેટા સમિતિ’ (DDC)ની રચના કરી છે. કેન્દ્ર સરકારના 'ડીપીડીપી એક્ટ, 2023' અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક હેઠળ આ પગલું લેવાયું છે. આ વ્યવસ્થાથી ખેડૂતોનો વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ સંબંધિત ડેટા સંપૂર્ણ સલામત રહેશે અને તેનો ઉપયોગ માત્ર ખેડૂતોની સંમતિથી જ થશે. આનાથી વચેટિયાઓ અને છેતરપિંડી પર નિયંત્રણ આવશે તેમજ સરકારી સહાય સીધી અને ઝડપથી લાભાર્થી ખેડૂતો સુધી પહોંચશે. આ સમિતિ કૃષિ વિભાગ, બોર્ડ-નિગમો અને કૃષિ યુનિવર્સિટીઓના ડેટાનું પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરશે.
સુરત: સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદે તબાહી મચાવી છે, જેમાં અત્યાર સુધીમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. માત્ર 36 કલાકમાં જ શહેરમાં 11 થી 19 ઇંચ જેટલો ખાબકેલા વરસાદે જુલાઈ 1941નો 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સૌથી વધુ 19 ઇંચ વરસાદ સરથાણામાં અને વરાછામાં 18.16 ઇંચ નોંધાયો હતો. પૂરની સ્થિતિ એટલી વિકટ છે કે શોપિંગ મોલનો આખો એક માળ પાણીમાં ડૂબી ગયો હતો અને રસ્તાઓ પર કારો તણાતી જોવા મળી હતી. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 2100 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.



