Home Education/Career Gujarat Gpsc Declare Year 2025 Calender 94f55b10 2e8a 40d3 Bc23 814721f23823

GPSC વર્ષ 2025નું ભરતી કેલેન્ડર : ઉમેદવારો આનંદો, આવી ગયું છે ભરતીઓનું લિસ્ટ

GPSC વર્ષ 2025નું ભરતી કેલેન્ડર
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2025, 06:13 PM IST

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માથે ચોટલી બાંધી લો.ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSCએ જુદી જુદી ભરતી માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે.  GPSCએ જાહેર કરેલા કેલેન્ડર મુજબ કુલ 1,751 જુદી જુદી ભરતીઓ બહાર પાડવામાં આવશે.  આ ભરતી કેલેન્ડરના આધારે ઉમેદવારો એડવાન્સમાં તૈયારી કરી શકશે.

જુદી જુદી ફિલ્ડની ભરતી

વર્ષ 2025માં યોજાનારી તમામ ભરતી માટે GPSCની વેબસાઇટ પર કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.જેમાં જુદી જુદી પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, કઈ પોસ્ટ અને કેટલીક જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, તેની જાણકારી આપવામાં આવી છે. જુદા જુદા ક્ષેત્રના લોકો અલગ અલગ વર્ગ માટે આ કેલેન્ડરમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. આ પરીક્ષાઓ ઓક્ટોબર 2025થી લેવાઈ શકે છે. આ સાથે આ ભરતી કેલેન્ડરમાં વર્ષ 2026ના ડિસેમ્બર મહિના સુધીમાં કઇ ભરતી બહાર પડશે તેની પણ માહિતી આપવામાં આવી છે.

1,751 કેડરની વિવિધ ભરતી

GPSC દ્વારા કુલ 1 હજાર 751 જુદી-જુદી કેડરની ભરતીઓ જાહેર કરવામાં આવશે. જેમાંથી 16 DYSO અને નાયબ મામલતદારની ભરતી જાહેર થશે.શિક્ષણ સેવા વર્ગ-2ની 300 ખાલી જગ્યાઓ ભરાશે. રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યા પર ભરતી કરાશે.વહીવટી સેવા વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ ભરવામાં આવશે. GPSC દોઢ હજારથી વધારે જગ્યાઓની ભરતી માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે ભરતી કેલેન્ડરના નોટિફિકેશનમાં દર્શાવેલી જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો અને તેના આધારે રૂબરૂ મુલાકાતનો સંભવિત વિગતો અલગથી જાહેર કરવામાં આવશે.

GPSC કેલેન્ડર નોટીફિકેશન કેલેન્ડર જોવા ક્લિક કરો

GPSC NOTIFICATION

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now