Home Gujarat Gujarat Congress Star Campaigners List Local Body Election 2026

ગુજરાત કોંગ્રેસે જાહેર કરી 40 'સ્ટાર પ્રચારકો'ની યાદી : જાણો કોને મળ્યું સ્થાન

Congress Star Campaigners List
Published by: Nirali Gohil
Last Updated: Apr 17, 2026, 05:14 AM IST

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા ચૂંટણી પ્રચારના મોરચાને સંભાળવા માટે 40 દિગ્ગજ નેતાઓની 'સ્ટાર પ્રચારક' તરીકેની યાદી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એપ્રિલ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. રાજ્ય ચૂંટણી આયોગે 1 એપ્રિલ 2026ના રોજ આ ચૂંટણીઓ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી, જે મુજબ આગામી 26 એપ્રિલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મહત્વની ચૂંટણીમાં મતદારોને રીઝવવા અને પક્ષનો પ્રચાર તેજ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ 14 એપ્રિલ 2026ના રોજ આયોગને સ્ટાર પ્રચારકોના નામોની યાદી સુપરત કરી હતી.

રાજ્ય ચૂંટણી આયોગે આ યાદીને મંજૂરી આપી તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરોને જાણ કરી દીધી છે. આ યાદી મુજબ ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય અને સ્ટાર પ્રચારકો દ્વારા કરવામાં આવતા ખર્ચ અંગેની જોગવાઈઓનું ધ્યાન રાખવા પણ સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં પક્ષના રાષ્ટ્રીય નેતાઓથી લઈને રાજ્યના ધારાસભ્યો અને પૂર્વ સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: "કોંગ્રેસવાળા સાડીઓ-પૈસા વહેંચવા આવે તો બહેનો ચેતી જજો" : નીતિન કાકાએ ચૂંટણી પ્રચારમાં વિરોધીઓના ભુક્કા કાઢ્યા


કોંગ્રેસના મુખ્ય પ્રચારકોની યાદી

ચૂંટણી આયોગની કડક સૂચનાઓ

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલે આ યાદી તમામ સંબંધિત વિભાગોને રવાના કરી દીધી છે. આ યાદી આયોગની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી પારદર્શિતા જળવાઈ રહે. ખાસ કરીને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓને પણ આ અંગે નકલ મોકલવામાં આવી છે જેથી પ્રચાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને સ્ટાર પ્રચારકોની સુરક્ષા તેમજ આચારસંહિતાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now