Home Gujarat Gujarat Cabinet Expansion Diwali Before Major Political Change

આગામી 36 કલાક ગુજરાતના રાજકારણ માટે અતિ મહત્વના : આવતીકાલે મંત્રીઓ આપશે રાજીનામું, શુક્રવારે વિજય મુહૂર્તમાં નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ

આગામી 36 કલાક ગુજરાતના રાજકારણ માટે અતિ મહત્વના
Published by: OBS Bureau
Last Updated: Oct 16, 2025, 05:47 AM IST

ગુજરાતના રાજકારણમાં આગામી 36 કલાક અતિમહત્વના રહેવાના છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર, દિવાળી પહેલાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાના છે. શુક્રવારે બપોરે 12:39 કલાકે ગાંધીનગર ખાતે નવા મંત્રીઓની શપથ ગ્રહણવિધિ યોજાશે.

પાર્ટી અને વિધાનસભા દંડક ઓફિસ દ્વારા તમામ ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવારે ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલે વર્તમાન મંત્રીમંડળના સભ્યો પોતાના પદ પરથી રાજીનામું આપશે, ત્યારબાદ નવા મંત્રીમંડળની રચના થશે.

વર્તમાન મંત્રીમંડળમાં કુલ 17 સભ્યો છે, જ્યારે નવું મંત્રીમંડળ વધુ વિશાળ, આશરે 20 થી 21 સભ્યોનું હોઈ શકે છે. નવું મંત્રીમંડળ યુવા અને વિવિધ સમાજના પ્રતિનિધિ ચહેરાઓને સ્થાન આપશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


વર્તમાન મંત્રીમંડળમાંથી પદ પર યથાવત રહેવાની શક્યતા

ભાજપ હાઈકમાન્ડ માટે ગુજરાતના પ્રધાનમંડળમાં સૌથી વિશ્વનીય ચહેરાઓઃ

  1. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

  2. હર્ષ સંઘવી

  3. બળવંતસિંહ રાજપૂત

  4. ઋષિકેશ પટેલ


નવા મંત્રી તરીકે શપથ લેવાની શક્યતા ધરાવતા ચહેરાઓઃ

  1. જયેશ રાદડિયા (કેબિનેટ)

  2. અર્જુન મોઢવાડીયા (કેબિનેટ)

  3. જીતુ વાઘાણી (કેબિનેટ)

  4. રિવાબા જાડેજા (કેબિનેટ)

  5. શંકર ચૌધરી (કેબિનેટ)

  6. ઉદય કાનગડ

  7. અમિત શાહ

  8. હીરા સોલંકી

  9. મનીષા વકીલ

  10. સંગીતા પાટીલ

  11. પાયલ કુકરાણી

  12. નરેશ પટેલ

  13. જયરામ ગામીત

  14. મહેશ કસવાલા

  15. અલ્પેશ ઠાકોર

  16. કેયૂર રોકડિયા

વર્તમાન મંત્રીમંડળનો સંક્ષિપ્ત પરિચય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા વિધાનસભાથી ધારાસભ્ય છે. હાલમાં મંત્રીમંડળમાં 17 સભ્યો છે, જેમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.
આગામી ફેરફાર પછી માત્ર 5 થી 6 મંત્રીઓ જ હાલના પદ પર યથાવત રહેશે, જ્યારે બાકી બધા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.


રાજકારણના નિષ્ણાતોના મત પ્રમાણે આ ફેરફાર દ્વારા ભાજપ સંગઠન દિવાળી પહેલાં તાજગી લાવવા ઈચ્છે છે. યુવા નેતાઓ અને વિવિધ સમાજના પ્રતિનિધિઓને સાથે લઈને આગામી વર્ષ માટે નવી રાજકીય રણનીતિ ગોઠવવાની તૈયારી ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરામાં રફ્તારનો કહેર
કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું ભવ્ય લોકાર્પણ
જામનગરના લોકપ્રિય કલેકટરની ભવ્ય વિદાય
સુરતમાં ભક્તિ અને સેવાનો સંગમ
ગુપ્તાંગમાં સોનાની કેપ્સુલો છુપાવીને લાવતી હતી મહિલા