Home Gujarat Gujarat Bjp Announces 3 City District Organizations

ગુજરાત ભાજપે 3 શહેર-જિલ્લાના સંગઠનની કરી જાહેરાત : આણંદ, દાહોદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત

ગુજરાત ભાજપે 3 શહેર-જિલ્લાના સંગઠનની કરી જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 05:18 AM IST

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત થયા બાદ હવે રાજ્યભરમાં શહેર અને જિલ્લા સ્તરે ભાજપ સંગઠનના હોદેદારોની જાહેરાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કડીમાં દાહોદ જિલ્લા, આણંદ જિલ્લા તેમજ જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ હોદેદારોની નિમણૂક કરીને જવાબદારીઓ સોંપવામાં આવી છે.

જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત

જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં કુલ 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ અને 8 મંત્રીની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે પાર્ટીના વિવિધ મોર્ચાઓના પ્રમુખ અને ઉપપ્રમુખોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. શહેર સંગઠનમાં અનુભવી તેમજ નવા ચહેરાઓને સ્થાન આપી સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દાહોદ BJP જિલ્લા સંગઠનની જાહેરાત

દાહોદ જિલ્લા ભાજપ સંગઠનના માળખાની વાત કરીએ તો, જિલ્લામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી તેમજ 8 મંત્રીની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ હોદેદારોને સંગઠનના કાર્યને ગતિ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા સ્તરે પાર્ટીની પહોંચ વધુ મજબૂત કરવા અને કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે આ જાહેરાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આણંદ ભાજપ સંગઠનની જાહેરાત

આ ઉપરાંત આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં પણ ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિતના વિવિધ હોદેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં સંગઠનને વધુ સશક્ત બનાવવા અને આગામી રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને નવા સંગઠનની રચના કરવામાં આવી છે.

આણંદ જિલ્લા ભાજપ સંગઠનનું લિસ્ટ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now