Home Gujarat Gujarat Ats Arrests Woman Linked To Al Qaeda Gujarat Police

અલકાયદા સાથે સંકળાયેલી મહિલા ગુજરાત ATSના સકંજામાં : ઝડપાયેલા ચાર આતંકી સાથે હતી સંપર્કમાં, Social Mediaથી કરાતી હતી આતંકીઓની Digital Recruitment

અલકાયદા સાથે સંકળાયેલી મહિલા ગુજરાત ATSના સકંજામાં
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jul 30, 2025, 12:42 PM IST

Gujarat ATS: ગુજરાતની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ટીમને મોટી સફળતા હાથ લાગી છે. એટીએસની ટીમે સોશિયલ મીડિયા થકી આતંકીઓની રિક્રૂટમેન્ટ કરતી મહિલાની ધરપકડ કરી છે. આ લોકો સોશિયલ મીડિયા થકી યુવાઓનું માઈન્ડ વોશ કરીને તેને ધાર્મિક અને ઉશ્કેરણીજનક સાહિત્ય મોકલીને જેહાદ માટે તૈયાર કરતા હતા. મહત્ત્વનું છેકે, ઝડપાયેલી મહિલાનું અલકાયદા સાથે નું કનેક્શન પણ સામે આવ્યું છે. આ લોકો પણ અલકાયદાની કામગીરીમાં સંડોવાયેલા હતા અને ભારતના વિવિધ રાજ્યોમાં તેમની ઊંડી જાળ ઘડી રહી હતી.

ગુજરાત ATSની ટીમે મોટો મોટો ખુલાસો કર્યો છેકે, અલકાયદા સાથે જોડાયેલા નેટવર્કમાં સામેલ બેંગલુરુની સમા પરવીન ઝડપાઈ ગઈ છે. ઉલ્લેખનીય છેકે, બેંગલુરુની સમા પરવીન 23 જુલાઈએ ઝડપાયેલા ચાર આતંકીઓ સાથે સંપર્કમાં હતી. સોશિયલ મીડિયા મારફતે જેહાદી વિચારધારાનો પ્રચાર કરતી હતી. બેંગલુરુથી ઝડપાયેલી સમા પરવીન અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ હોવાનો ગુજરાત એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ-મોડાસાથી ઝડપાયેલા અલકાયદાના ચાર આતંકીઓને બેંગલુરુની સમા પરવીન ફોન પર સતત માર્ગદર્શન આપતી હતી. ગુજરાત એટીએસની તપાસમાં સમા પરવીનના મોબાઈલમાં અલકાયદાના વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

સોશિયલ મીડિયા થકી આતંકીઓની 'ડિજિટલ રિક્રૂટમેન્ટ':

તપાસ દરમિયાન સામે આવ્યું કે, સમા પરવીન અને અન્ય આતંકી તત્વો સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક ઉશ્કેરણીવાળી સામગ્રી શેર કરતા હતા. તેઓ 'જેહાદ' અને 'શરિયત'ને આધારે નવો યુથ રિક્રૂટ કરવાની કોશિશ કરી રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયાને 'ડિજિટલ બ્રેનવોશિંગ' તરીકે ઓળખી શકાય છે.

ગુજરાત ATSએ સમા પરવીન વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે અને તેના મોબાઈલ ફોન, લૅપટોપ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એજન્સી હવે આ કેસમાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કડી શોધી રહી છે, કારણ કે આ પ્રકારની કામગીરી દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર પડકાર બની શકે છે.

આ અગાઉ પણ થયો હતો મોટો ખુલાસો:

આ મહિનાની શરૂઆતમાં 23 જુલાઈના રોજ ગુજરાત ATSએ ચાર આતંકીઓને ઝડપ્યા હતા, જેમણે ભારતના વિવિધ ભાગોમાં હુમલાની યોજના બનાવી હતી. હવે સમા પરવીનની ધરપકડ બાદ વધુ નામો બહાર આવવાની સંભાવના છે. અલકાયદા જેવી આતંકવાદી સંસ્થાઓ હવે સોશિયલ મીડિયા અને ડાર્ક વેબના માધ્યમથી પોતાના આગેવાનોનું નેટવર્ક મજબૂત બનાવી રહી છે. ગુજરાત ATS દ્વારા ઝડપાયેલો આ કિસ્સો સ્પષ્ટ કરે છે કે હવે આતંકવાદી તત્વો ટેક્નોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરી રહી છે અને સામાન્ય લોકોની વિચારધારા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરી રહી છે.

23 જુલાઈએ ઝડપાયેલા ચાર આતંકીમાં બે અમદાવાદ અને મોડાસાના, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા.

માત્ર એટલું જ નહીં તેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી હતી. ગુજરાત ATSએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થયેલા આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી હતી. લાંબા સમયથી એટીએસની રડારમાં હતાં. તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી બે અને દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશથી એક-એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો