ગુજરાત ATSએ આતંકી સંગઠન AQIS સાથે સંકળાયેલ 4 શખ્સોની ધરપકડ કરી છે. અલકાયદાના આતંકવાદી મોડલ સાથે આ ચારેય લોકો કનેક્ટેડ હતા. આ ચારેય વ્યક્તિને હાલ ગુજરાતની ATS ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ કરી રહી છે. આ ચારમાં બે શખ્સ ગુજરાતમાંથી જ્યારે બે શખ્સ ગુજરાત બહારના છે.

અલકાયદા સાથે સંકળાયેલા 4 આરોપીના નામ
1. મોહમ્મદ ફૈક s/o મોહમ્મદ રિઝવાન, રહે. ફરાસખાના, દિલ્હી
2. મોહમ્મદ ફરદીન s/o મોહમ્મદ રઈસ, રહે. ફતેહવાડી, અમદાવાદ
3. સેફુલ્લા કુરેશી s/o મહમદ રફીક, રહે. ભોઇ વાડા, મોડાસા
4. ઝીશાન અલી s/o આસિફ અલી, રહે. સેક્ટર 63, નોઇડા
સોશિયલ મીડિયા મારફતે અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા
આ ચાર શખ્સો સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા.જેઓ કેટલાંક ગ્રુપમાં પણ સક્રિય હોવાની વિગતો સામે આવી છે. આતંકવાદી વિચારધારાની આપ-લેની સાથે કટ્ટર માનસિકતા ધરાવતા હતા. સમગ્ર બાબતે ATSની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા જેમાં ચાર વ્યક્તિ સતત સક્રિય હતી. આપને જણાવી દઈએ કે, આ ચારમાંથી બે શખ્સ ગુજરાતના છે, જ્યારે અન્ય બે બીજા રાજ્યમાંથી ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે
ATSના DIGએ શું કહ્યું?
ATSના DIG સુનિલ જોષીએ કહ્યું કે, અલકાયદાને લગતું સાહિત્ય પણ મળી આવ્યું છે તેમજ 14 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે'' વધુમાં કહ્યું કે, ''ભડકાઉ અને ઉશ્કેરણી જનક સામગ્રીઓ થકી જેહાદનો ફેલાવો કરતા હતા, આ તમામ ચાર આરોપીઓને લઈને ઈનપુટ મળ્યા હતા અને જેના આધારે ATSએ ચાર ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી છે''
આ પાંચ એકાઉન્ટથી સાવધાન, ઉશ્કેરણીજનક સામગ્રીઓ વાયરલ કરતા
ATS એ કેન્દ્રીય એજન્સીની મદદથી ઓપરેશન પાર પાડ્યું
ચારેય શ્ખ્સની દિલ્હી, નોઈડા, મોડાસા અને અમદાવાદ ખાતેથી અટકાયત કરી વધુ તપાસ અર્થે એટીએસ કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સીની મદદ લેવામાં આવી હતી તેમજ દિલ્હી ખાતે દિલ્હી સ્પેશીયલ સેલ તથા દિલ્હી પોલીસ તથા નોઈડા ખાતે યુ.પી. એ.ટી.એસ. તથા યુ.પી. પોલીસ મદદમાં રહી હતી.
તાપસમાં આ ખુલાસા થયા
ફરદીન શેખ પાસેથી, ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ચાલવામાં આવેલા "ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારત વિરુદ્ધ જિહાદ માટે ઉશ્કેરણી કરતું AQISનું સાહિત્ય તથા એક તલવાર મળી આવી.
ફરદીન શેખ નામોબાઈલ ફોનમાં એક વીડિયો મળી આવ્યો, જેમાં મોહમ્મદ ફરદીન તલવાર હવામાં લહેરાવતો દેખાય છે. વીડિયોમાં “એક આની જ કમી હતી, એ પણ પૂરી થઈ ગઈ, અલ્લા હુ અકબર.”
ચારેય આરોપીઓના મોબાઈલ ફોનના ઇન્સટાગ્રામ એકાઉન્ટ્સમાંથી જિહાદ, ગઝવા-એ-હિંદ, કાફિર (ધર્મવિરોધી) વિષયક ઉશ્કેરણીજનક અને ભડકાઉ વિડિયો સામગ્રી તેમજ ધાર્મિક હિંસા અથવા આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપતી સામગ્રી મળી આવી.
ચારેય આરોપીઓએ ઇન્સ્ટાગ્રમ ઉપર ભેગા મળી અન્યોને જેહાદી પ્રચાર સામગ્રી, હિંસાત્મક વિડીયો, તથા 'ગઝવા-એ-હિંદ' જેવા સશસ્ત્ર બળવો માટેના ઉશ્કેરણારા ફતવાઓ સહિત ભડકાઉ અને ઉશ્કેરણીજનક સામગ્રીનો પ્રસાર કરી તેઓને આ પ્રવૃત્તિઓમાં જોડવા માટેની કામગીરી કરેલ. જેમાં ખાસ કરીને ભારતીય લોકશાહી શાસનની સંસ્થાઓને નિશાન બનાવીને હિંસા માટે આહ્વાન કરવાનું ઉદ્દેશિત છે.
મોહમ્મદ ફૈક દ્વારા પાકિસ્તાની ઇન્સટાગ્રામ એકાઉન્ટ gujjar sab. 111, M Salauddin Siddiqui 1360 સાથે મળી ભારતીય લોકશાહી શાસનની સંસ્થાઓને નિશાન બનાવવાની કામગીરી કરેલી
ભડકાઉ વીડિયો, જેહાદી પ્રચાર કરતા હતા
આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી ભડકાઉ અને ઉશ્કેરણીજનક સામગ્રીઓ વાયરલ કરતા હતા. જેમાં ભડકાઉ વીડિયો, જેહાદી પ્રચાર, સશસ્ત્ર બળવો (ગઝવા-એ-હિંદ) ને ઉશ્કેરતા ફતવા અને ભારતીય, રાજ્ય વિરુદ્ધ હિંસાનો સમાવેશ થાય છે, ખાસ કરીને હિન્દુ સમુદાયના સભ્યો અને લોકશાહી શાસનની સંસ્થાઓને લક્ષ્ય બનાવવી. યુવાનોને કટ્ટરપંથી બનાવવા, સાંપ્રદાયિક વિખવાદ પેદા કરવાનો અને ઇસ્લામિક ખિલાફતની સ્થાપનાના આડમાં અલગતાવાદી અને આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપતા હતા.
આ કલમ હેઠળ ગુનો નોંધાયો
આરોપીનું વર્તન આતંકવાદને ઉશ્કેરવા, સશસ્ત્ર બળવોને પ્રોત્સાહન આપવા અને ભારતના સાર્વભૌમત્વ અને લોકશાહી માળખાને નબળી પાડવા માટે પૂર્વયોજિત ગુનાહિત કાવતરું સમાન છે. તેથી ચારેય લોકો તેમજ તેમના અન્ય ડિજિટલ સહયોગીઓ અને સહયોગીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્રવૃત્તિ, જેહાદી સામગ્રી અને સમાન વિચારધારા ધરાવતી સંસ્થાઓ સાથેના સંદેશાવ્યવહાર સહિતના પુરાવાઓના આધારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમ 13, 18, 38, 39 અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 113, 152, 196, 61 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

_9849f73f-f7c5-492c-92bd-23ac459b7ef6.jpg)



















