Home Gujarat Gujarat Assembly Ucc Bill Introduced Harsh Sanghavi Statement

"આજનો દિવસ સોનેરી અક્ષરે લખાશે" : UCC બિલ અંગે DyCM હર્ષ સંઘવીએ બહેન-દીકરીઓની સુરક્ષાનો આપ્યો ભરોસો

"આજનો દિવસ સોનેરી અક્ષરે લખાશે"
Published by: Chintan Chavda
| Last Updated: Mar 24, 2026, 08:38 AM IST

ગુજરાત વિધાનસભાનું આજનું સત્ર રાજ્યના સામાજિક અને આર્થિક માળખા માટે અત્યંત નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યું છે. આજના કામકાજમાં સૌથી મહત્વનું આકર્ષણ ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) બિલ’ છે, જે ગૃહમાં રજૂ કરવામાં આવશે.

આ મામલે DyCM હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું, "આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની સૌ બહેન-દીકરીઓ અને માતાઓ માટે 'એક સમાન નિયમ' (UCC) એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે."

વધુમાં DyCMએ કહ્યું,"1947 માં આપણને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા અને ધર્મ આધારિત રહ્યા. એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે."

"આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. UCC એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો - લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ UCC ના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે." એમ DyCM બોલ્યા.

હર્ષ સંઘવીએ ઉમેર્યું, "આજનો દિવસ એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે UCC ના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજની દીકરીઓને કોઈપણ પ્રકારની તરછોડાયેલી પરિસ્થિતિ ના થાય તે માટે આ UCC આજે લાવવામાં આવી રહ્યું છે."

"UCC એ કોઈ એક ધર્મ માટે નથી પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે. હું રાજ્યના મુખ્યમંત્રી શ્રીને રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સાહેબે આ વિચારીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં દેશના બીજા રાજ્ય તરીકે આપણે આજે UCC લાવી રહ્યા છીએ." એમ હર્ષ સંઘવીએ કહ્યું.

DyCMએ ઉમેર્યું, "મને જરૂરથી અને હું માનું છું ત્યાં સુધી, રાજ્યની દીકરીઓ, માતાઓ અને બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં, એક સમાન ન્યાયમાં સાથે રહેશે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત થવાની સાથે પાસ પણ થશે તેવો મારો 100% વિશ્વાસ છે."

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'લાઇન' માંથી 'ઓનલાઇન': CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલ, 20 મહત્વની સેવાઓ હવે પેપરલેસ

'લાઇન' માંથી 'ઓનલાઇન'

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ

"ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: અફવાઓથી દૂર રહો અને ગભરાટમાં લાઈનો ન લગાવો", CM ભૂપેન્દ્ર પટેલે જનતાને આપી ખાતરી

"ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી
Play Video

"મેં તેને 25 વર્ષની કરી અને તે 25 દિવસમાં મારા વિરુદ્ધ થઈ ગઈ": આટલું કહેતા કહેતા રડી પડ્યાં વિધર્મીના પ્રેમમાં પડેલી દીકરીના પિતા

"મેં તેને 25 વર્ષની કરી અને તે 25 દિવસમાં મારા વિરુદ્ધ થઈ ગઈ"