Home Gujarat Grand Celebration Of The 92nd Birth Anniversary Of His Holiness Mahant Swami Maharaj In Vadodara

વડોદરામાં મહંત સ્વામી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી : ગુજરાત-મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓની ખાસ ઉપસ્થિતિ, હજારો બાળકોએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

વડોદરામાં મહંત સ્વામી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 09:44 AM IST

Mahant Swami Maharaj's birth anniversary: વડોદરા શહેરમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા આયોજિત વિશાળ સત્સંગ કાર્યક્રમમાં મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ અને દીક્ષા પૂર્ણ થવાના 69 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ બે લાખ હરિભક્તો ઉમટ્યા હતા અને બે ઐતિહાસિક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ સ્થાપિત થયા હતા.

સદીઓથી માનવજાતને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું કે સનાતન સંસ્કૃતિ, સ્વધર્મ પરંપરા અને સંતશક્તિએ સદીઓથી માનવજાતને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. તેમણે સંત, શાસ્ત્ર અને મંદિરને આપણી સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો ગણાવ્યા અને સ્વધર્મ તથા આસ્થાના કેન્દ્રો પર થયેલા આક્રમણો સામે સંતશક્તિ અને વીરોએ સનાતન સંસ્કૃતિને અકબંધ રાખી છે તેવું ઉલ્લેખ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ‘અહમશૂન્ય’ જીવનદર્શનને અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના ઉદાહરણ સાથે સંતોની વિનમ્રતાને તેમની સાચી તાકાત ગણાવી.

બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો

તેમણે BAPS સંસ્થાના વૈશ્વિક કાર્યોની પ્રશંસા કરી, જેમાં 600થી વધુ મંદિરો, અબુધાબી હિન્દુ મંદિર, અમેરિકા અક્ષરધામ સહિતના આંતરરાષ્ટ્રીય કેન્દ્રોનો ઉલ્લેખ કર્યો. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ 15,000થી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો અને 375થી વધુ યુવાન સંતોનું નિર્માણ થયું છે તેવું જણાવ્યું. શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ અને માનવ સેવા ક્ષેત્રે BAPSના અદ્વિતીય કાર્યોની વાત કરીને તેમણે વિકસિત ભારત 2047ના સંકલ્પને વેગ મળે તેવી કામના વ્યક્ત કરી.

સનાતન સંસ્કૃતિમાં ગુરુ વંદનની મહત્તા પર પ્રકાશ પાડ્યો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગુરુ વંદનની મહત્તા પર પ્રકાશ પાડ્યો અને ગુરુ પરંપરાને દરેક યુગમાં જીવંત રાખનારું તત્વ ગણાવ્યું. તેમણે BAPS દ્વારા બાળકો અને યુવાનોમાં સંસ્કાર, સેવા અને સંસ્કૃતિની જાગૃતિ ઊભી કરવાના કાર્યોની પ્રશંસા કરી. મધ્યપ્રદેશમાં ગીતા પાઠના ગિનિસ રેકોર્ડ તૂટવાનો આનંદ વ્યક્ત કરતાં તેમણે આને મહંત સ્વામી મહારાજની સાધનાનું પરિણામ ગણાવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દેશ-વિદેશમાં થતા સેવા કાર્યો અને મધ્ય પૂર્વમાં મંદિરોની સ્થાપનાને સનાતન સંસ્કૃતિનું જીવંત ચમત્કાર કહ્યું.

હિન્દુ ગ્રંથના સૌથી મોટા સ્તરે પાઠ-ગાન માટે માન્યતા

આ અવસરે સત્સંગ દીક્ષા ગ્રંથ (315શ્લોકો)નું 15,666 બાળકો (3થી 13 વર્ષ) દ્વારા એક વર્ષમાં સંપૂર્ણ મુખપાઠ અને સમૂહગાન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો. આ ઐતિહાસિક ઘટનામાં ઘણા બાળકો ગુજરાતી ન જાણતા હોવા છતાં સંસ્કૃતમાં એકાગ્રતાથી ભાગ લીધો. બીજો રેકોર્ડ સમૂહમાં હિન્દુ ગ્રંથના સૌથી મોટા સ્તરે પાઠ-ગાન માટે માન્યતા મળી. કાર્યક્રમમાં નૃત્ય-નાટિકાઓ, મંત્રગાન, આરતી અને આશીર્વચનો થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શુભેચ્છા પત્રનું વાંચન પણ થયું. આ ભવ્ય ઉજવણીએ સનાતન મૂલ્યો, ગુરુ-શિષ્ય પરંપરા અને માનવ કલ્યાણના સંદેશને વૈશ્વિક સ્તરે પ્રસારિત કર્યો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’