Home Education/Career Government Jobs For Mbbs Graduates Upsc Announces Recruitment For Over 1300 Posts Learn How Toapply

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક : 1300 થી વધુ જગ્યાઓ માટે ભરતી; જાણો કેવી રીતે કરશો અરજી?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 12:34 PM IST

UPSC CMS Recruitment 2026: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસીસ એક્ઝામિનેશન (CMS) 2026 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારોએ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કર્યો છે અને સરકારી નોકરીની શોધમાં છે, તેમના માટે UPSC એક ઉત્તમ તક લઈને આવ્યું છે. UPSC એ મેડિકલ ઓફિસર, ADMO અને GDMO જેવી પોસ્ટ્સ માટે 1300 થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે.

ક્યાં થશે નિમણૂક?

લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં પાસ થયેલા સફળ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નિયુક્ત કરવામાં આવશે, જેમાં ભારતીય રેલવે (Indian Railways), કેન્દ્રીય આરોગ્ય સેવાઓ (Central Health Services), નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)નો સમાવેશ થાય છે.

જરૂરી લાયકાત અને વયમર્યાદા

શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે MBBS પૂર્ણ કરેલું હોવું જોઈએ. જો તમે MBBS ના ફાઈનલ યરમાં હોવ તો પણ અરજી કરી શકો છો, પરંતુ નિર્ધારિત સમય મર્યાદામાં પાસ થયાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

વયમર્યાદા: ઉમેદવારનો જન્મ 2 ઓગસ્ટ 1994 પછી અને 1 ઓગસ્ટ 2026 પહેલા થયેલો હોવો જોઈએ. સેન્ટ્રલ હેલ્થ સર્વિસ GDMO સબ-કેડર માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ છે. (અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે).

મહત્વની વિગતો અને તારીખ

કુલ જગ્યાઓ: 1358

અરજી કરવાની છેલ્લી તારીખ: 31 માર્ચ 2026

પદના નામ: આસિસ્ટન્ટ ડિવિઝન મેડિકલ ઓફિસર (ADMO), મેડિકલ ઓફિસર, જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર (GDMO).

અરજી કેવી રીતે કરવી? (Step-by-Step Process)

રસ ધરાવતા ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર જઈને નીચે મુજબ અરજી કરી શકે છે.

1. સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ upsconline.nic.in પર જાઓ.

2. ત્યાં તમારું Registration (OTR) પૂર્ણ કરીને લોગિન કરો.

3. સ્ક્રીન પર દેખાતી લિંક ‘Combined Medical Services Examination 2026’ પર ક્લિક કરો.

4. અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

5. ફી: SC/ST/PH અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી. અન્ય કેટેગરીના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

6. ફોર્મ સબમિટ કરતા પહેલા પ્રિવ્યૂ જોઈ લો અને અંતે કન્ફર્મેશન પેજની પ્રિન્ટ આઉટ કાઢી લો.

વધુ વિગતો માટે તમે UPSC ની મુખ્ય વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લઈ શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now