Home Gujarat Gondal Ribda Firing Anirudhsinh Jadeja Two Unknown Persons Attack Petrol Pump Cctv Footage Videos

ગોંડલના રાજકારણમાં ગોળીબારનો ખેલ! : અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર હુમલો, જુઓ બુકાનીધારીઓએ કરેલા ફાયરિંગનો Video

ગોંડલના રાજકારણમાં ગોળીબારનો ખેલ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 06:58 AM IST

અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ

સામે આવ્યાં ચોંકાવનારા CCTV Video

ગોંડલના રિબડામાં મોડીરાત્રે કરાયો હુમલો

બે બુકાનીધારીએ બાઈક પર આવી કર્યો હુમલો

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી ખૂલ્યા અનેક રહસ્યો

Gondal Politics: ગોંડલ તાલુકામાં રાજકીય તંગદિલી વચ્ચે ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. 24 જુલાઈ, રાતે આશરે 1 વાગે રિબડા ગામે આવેલા 'રિબડા પેટ્રોલિયમ' પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ગોળીબાર કરતાં ખળભળાટ મચી ગયો છે. હુમલો દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા. હુમલાખોરોએ કાચ તોડી અંદર ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી મંદિરના લાકડાના ભાગે વાગી હતી.

ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા. જાવેદભાઈના જણાવ્યા અનુસાર, એક શખસે તેમના તરફ બંદૂક તાકી હતી. હુમલાખોરો બાઈક પર આવેલા અને ફાયરિંગ બાદ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં માલિક જયદીપસિંહ અને સત્યજીતસિંહ જાડેજા તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. પોલીસે સ્થળ પરથી તૂટેલો કાચ, ગોળી અને કારતૂસનું ખોખું કબ્જે લીધું છે.

મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો, જ્યારે હાર્દિકસિંહ જાડેજા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વાયરલ થયેલી વીડિયોમાં ફાયરિંગનો દાવો કરવામાં આવ્યો છે અને રાજદીપસિંહ જાડેજાને ધમકી આપતી ભાષા વાપરવામાં આવી છે. પોલીસે હાર્દિકસિંહની સ્ટોરી અને વીડિયો તપાસ શરૂ કરી છે.

ફાયરિંગ પાછળ રાજકીય અદાવત હોવાનું અનુમાન છે. કર્મચારી જાવેદ ખોખરે ફરિયાદમાં જયરાજસિંહ ટેમુભાઈ જાડેજા પર સીધી શંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસને વધુ તેજ બનાવી રહી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now