Home Business Gold Silver Price Hike Gold Take U Turn Silver Jumps 10000

Gold Rate: ચાંદીમાં ₹10,000નો ઉછાળો : સોનાએ પણ લીધો યુ-ટર્ન; જાણો અમેરિકાથી આવેલા સમાચારનું મોટું અપડેટ

Gold Rate
Published by: Viral Patel
Last Updated: Jun 13, 2026, 03:54 AM IST

Gold Rate 13 June: અમેરિકા-ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં જે ઘટાડો જોવા મળી રહ્યો હતો, તેમાં હવે મોટો ઉલટફેર થયો છે. સોના અને ચાંદી બંનેની કિંમતોમાં ફરી તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં એકાએક 3 હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે.

ગ્લોબલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડની કિંમત 9.25 ડોલર વધીને 4,222 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. MCX પર સોનું 147 રૂપિયાના વધારા સાથે 1,50,675 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જ્યારે બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,47,018 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

TATA ગ્રુપની આ કંપનીએ Q4 માં કર્યો ચમત્કાર : રોકેટ ગતિએ 1230% ચઢી ગયો શેર

સોના-ચાંદીના તાજા ભાવ (IBJA મુજબ)

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવેલી રેટલિસ્ટ મુજબ કિંમતો નીચે મુજબ છે..

સોના/ચાંદીનો પ્રકાર

કિંમત (રૂપિયામાં)

24 કેરેટ સોનું

₹1,47,018 (પ્રતિ 10 ગ્રામ)

22 કેરેટ સોનું

₹1,35,210 (પ્રતિ 10 ગ્રામ)

18 કેરેટ સોનું

₹1,10,707 (પ્રતિ 10 ગ્રામ)

ચાંદી (1 કિલો)

₹2,42,295

સોના-ચાંદીમાં તેજી આવવાનું કારણ શું?

સોનાના દરમાં જ્યાં 3,018 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો, ત્યાં ચાંદી 9,991 રૂપિયા વધીને 2.43 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ તેજી પાછળ અમેરિકાનું નિવેદન જવાબદાર માનવામાં આવે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો ફરી શરૂ થવાની આશા જાગી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રવિવાર સુધીમાં બંને દેશો વચ્ચે શાંતિ કરાર થઈ શકે છે. જો આ ડીલ સફળ થાય છે, તો મોંઘવારીનો ડર ઓછો થશે અને ક્રૂડ ઓઈલના ભાવ પણ ઘટવા લાગશે. મોંઘવારીનો ડર ઘટતા ડોલર નબળો પડશે અને રોકાણકારો ફરી એકવાર સોના-ચાંદી તરફ વળી શકે છે. જો ખાડી યુદ્ધ વિરામ પામે તો સોના માટે ફરી 'ગોલ્ડન ડેઝ' શરૂ થઈ શકે છે.

LPG ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સૂચના : 30 જૂન પહેલાં પૂરું કરી લેજો આ કામ, નહીં તો બંધ થઈ જશે સબસિડી!

Disclaimer: આ સમાચાર માત્ર સોના-ચાંદીના ભાવની માહિતી આપવા માટે છે. અમે તમને રોકાણ અંગે કોઈ સલાહ આપી રહ્યા નથી. સોના-ચાંદી કે શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now