Gmail આજે દુનિયાની સૌથી લોકપ્રિય ઈમેલ સેવાઓમાંની એક છે અને કરોડો લોકો તેનો ઉપયોગ વ્યક્તિગત તેમજ ઓફિસના મહત્વના કામો માટે કરે છે. Gmailમાં ઉપલબ્ધ AI આધારિત Smart Features ઈમેલ લખવામાં, જવાબ સૂચવવામાં અને અન્ય સુવિધાઓ આપવા માટે કામ કરે છે. જોકે આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે કેટલીક માહિતી પ્રોસેસ કરવામાં આવે છે. જો તમે તમારી પ્રાઇવસી પર વધુ નિયંત્રણ ઇચ્છતા હો અને Gmailના Smart Featuresને બંધ કરવા માંગતા હો, તો કેટલીક સરળ સેટિંગ્સ બદલી શકાય છે. નોંધનીય છે કે Google આ ફીચર્સનો ઉપયોગ પોતાની જાહેર કરેલી પ્રાઇવસી પોલિસી અનુસાર કરે છે અને "કોઈ વ્યક્તિ બેસીને તમારા ઈમેલ વાંચે છે" એવો અર્થ થતો નથી.
Gmailના Smart Features શું કરે છે?
Gmailમાં AI આધારિત Smart Features જેવી કે Smart Compose, Smart Reply, રિમાઇન્ડર્સ, પેકેજ ટ્રેકિંગ અને વ્યક્તિગત સૂચનો આપવા માટે Google કેટલાક ઈમેલ ડેટાને ઓટોમેટેડ રીતે પ્રોસેસ કરે છે. આ પ્રક્રિયા મુખ્યત્વે ફીચર્સને વધુ ઉપયોગી બનાવવા માટે કરવામાં આવે છે. જો કે, જે યુઝર્સ આવા ફીચર્સનો ઉપયોગ કરવા માંગતા ન હોય તેઓ તેને બંધ કરી શકે છે.
Gmailમાં Smart Features કેવી રીતે બંધ કરશો?
જો તમે કમ્પ્યુટર અથવા લેપટોપ પરથી Gmail વાપરો છો, તો નીચેના સ્ટેપ્સ અનુસરો:
Gmail ઓપન કરો અને તમારા એકાઉન્ટમાં લોગિન કરો.
ઉપર જમણી બાજુ Settings (ગિયર આઇકોન) પર ક્લિક કરો.
ત્યારબાદ See all settings પસંદ કરો.
General ટેબમાં નીચે સ્ક્રોલ કરો.
Smart features and personalizationનો વિકલ્પ શોધો અને તેની સામેનો ચેકબોક્સ અથવા વિકલ્પ બંધ કરો.
ત્યારબાદ નીચે Google Workspace Smart Features વિભાગમાં જઈ Manage Workspace smart features settings પર ક્લિક કરો.
ત્યાં ઉપલબ્ધ સંબંધિત Smart Featuresને બંધ કરીને સેટિંગ્સ સેવ કરી દો.
આ સેટિંગ્સ બદલ્યા પછી Gmailના કેટલાક AI આધારિત વ્યક્તિગત ફીચર્સ બંધ થઈ શકે છે.
મોબાઇલ યુઝર્સે પણ ચેક કરવી જોઈએ આ સેટિંગ્સ
જો તમે Gmailનો ઉપયોગ Android અથવા iPhoneમાં કરો છો તો માત્ર વેબ વર્ઝનમાં સેટિંગ્સ બદલવી પૂરતી નથી. Gmail એપમાં પણ પ્રાઇવસી અને Smart Features સંબંધિત સેટિંગ્સ તપાસો. કેટલાક કિસ્સાઓમાં વેબ અને મોબાઇલ એપની સેટિંગ્સ અલગ હોઈ શકે છે.
Gmail અપડેટ પછી ફરી સેટિંગ્સ તપાસો
Gmail એપમાં મોટા અપડેટ બાદ કેટલાક વિકલ્પોમાં ફેરફાર થઈ શકે છે. તેથી સમયાંતરે એકવાર Gmailની પ્રાઇવસી સેટિંગ્સ ચેક કરવી સારી ટેવ માનવામાં આવે છે. જો તમને લાગે કે Smart Features ફરી સક્રિય થયા છે તો તેને ફરીથી તમારી જરૂરિયાત મુજબ બદલી શકો છો.
Gmail એકાઉન્ટને વધુ સુરક્ષિત રાખવા માટે આ ટિપ્સ પણ અપનાવો
માત્ર Smart Features બંધ કરવાથી જ સંપૂર્ણ સુરક્ષા મળતી નથી. તમારા Gmail એકાઉન્ટ માટે મજબૂત અને અલગ પાસવર્ડ રાખો, Two-Factor Authentication (2FA) ચાલુ કરો, અજાણ્યા ડિવાઇસમાંથી લોગિન ન કરો અને શંકાસ્પદ ઈમેલ અથવા લિંક પર ક્લિક કરવાનું ટાળો. સમયાંતરે Security Checkup કરીને તમારા એકાઉન્ટની સુરક્ષા પણ ચકાસતા રહો.
શું ખરેખર Google AI તમારા ઈમેલ "વાંચે" છે?
સોશિયલ મીડિયા પર ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે Google AI તમારા તમામ વ્યક્તિગત ઈમેલ "વાંચે" છે. હકીકતમાં Gmailના AI આધારિત Smart Features ઈમેલની માહિતીનું ઓટોમેટેડ પ્રોસેસિંગ કરે છે જેથી Smart Compose, Smart Reply અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય. Google પોતાની પ્રાઇવસી પોલિસીમાં આ પ્રક્રિયા અંગે માહિતી આપે છે. તેથી "કોઈ વ્યક્તિ તમારા ઈમેલ વાંચી રહ્યો છે" અથવા "તમામ ખાનગી ઈમેલ્સની મેન્યુઅલ દેખરેખ રાખવામાં આવે છે" એવો દાવો યોગ્ય નથી.





