WhatsApp News: જો તમે તમારા iPhone પર WhatsApp વોઇસ કે વીડિયો કોલનો ઉપયોગ ખૂબ વધારે કરો છો, તો તમારા માટે મેટા એક શાનદાર ફીચર લાવ્યું છે. Metaની માલિકી ધરાવતા દુનિયાના સૌથી પોપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એ iPhone યુઝર્સ માટે એક નવું અને શાનદાર ફીચર રજૂ કર્યું છે. હવે યુઝર્સને WhatsApp કોલ દરમિયાન માઇક સેટિંગ્સ બદલવા માટે વારંવાર આઇફોનના કંટ્રોલ સેન્ટરને ઓપન કરવાની જરૂર નહીં પડે.
WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, WhatsApp એ iOSના લેટેસ્ટ વર્ઝન 26.27.74માં એક નવો માઇક્રોફોન મોડ શોર્ટકટ ઉમેર્યો છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે સીધા કોલ ઇન્ટરફેસની અંદરથી જ Appleના અલગ-અલગ માઇક મોડ્સને એક્સેસ કરી શકશે. આનાથી કોલિંગ દરમિયાન ઓડિયો મોડ બદલવાની પ્રોસેસ વધુ સરળ બની ગઈ છે.
કોલ સ્ક્રીન પર મળશે આ નવો ઓપ્શન
આ નવું ફીચર WhatsApp કોલ દરમિયાન સ્ક્રીન પર નીચેની તરફ દેખાતા થ્રી-ડોટ્સ (ત્રણ ટપકાંવાળા) મેનૂની અંદર સામેલ કરવામાં આવ્યું છે. અહીં યુઝર્સને ત્રણ અલગ-અલગ ઓડિયો પ્રોફાઇલ્સ મળશે, જેને જરૂરિયાત મુજબ કોલ કાપ્યા વગર તરત જ બદલી શકાશે. આ આઇફોનનો ડિફોલ્ટ ઓડિયો મોડ છે, જેમાં કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા પ્રોસેસિંગ થતી નથી. જો તમે ખૂબ જ ભીડભાડ કે ઘોંઘાટવાળી જગ્યા પર છો, તો આ મોડ તમારા કોલિંગ એક્સપિરિયન્સને વધુ બહેતર બનાવશે. તે બેકગ્રાઉન્ડના ઘોંઘાટને સંપૂર્ણપણે ખતમ કરી દે છે અને માત્ર તમારા અવાજને જ સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડે છે. આ મોડ તમારા અવાજની સાથે-સાથે તમારી આસપાસના વાતાવરણના અવાજને પણ કેપ્ચર કરે છે.
કયા iPhonesમાં કામ કરશે આ ફીચર?
WhatsApp આ ફીચરને ધીમે-ધીમે રોલઆઉટ કરી રહ્યું છે, તેથી બની શકે કે તે તરત જ બધા યુઝર્સને ન દેખાય. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ ફીચર માત્ર એ જ iPhones પર કામ કરશે જે Appleના માઇક મોડ્સને સપોર્ટ કરે છે. જેમ કે iPhone XR, iPhone XS સિરીઝ અને ત્યારપછી લોન્ચ થયેલા તમામ નવા મોડલ્સ, જે iOS 15 કે તેથી ઉપરના વર્ઝન પર ચાલી રહ્યા છે. જો તમે પણ આ ફીચર ચેક કરવા માંગો છો, તો આજે જ App Store પર જઈને તમારા WhatsAppને લેટેસ્ટ વર્ઝન સાથે અપડેટ કરી લો.





