Home Business Global Gold Reserve Demand Surge China Vs Usa Economic Crisis News

સોનાના સંગ્રહ પાછળ ચીનની કોઈ મોટી રણનીતિ? : વૈશ્વિક સ્તરે ગોલ્ડની ડિમાન્ડમાં તોતિંગ વધારો, જાણો ભારત કયા ક્રમે

સોનાના સંગ્રહ પાછળ ચીનની કોઈ મોટી રણનીતિ?
Published by: Offbeat Team
| Last Updated: Feb 02, 2026, 06:00 PM IST

વૈશ્વિક અર્થતંત્રમાં છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં થયેલા વધારા છતાં તેની માંગમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2025 દરમિયાન ગોલ્ડની ડિમાન્ડ 40% વધીને 5,002 ટનના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. સતત ચોથા વર્ષે સોનાની માંગમાં થયેલો આ વધારો વિશ્વના દેશોની બદલાતી આર્થિક નીતિઓ તરફ ઈશારો કરે છે. જો અમેરિકન ડોલરના મૂલ્યમાં જોઈએ તો ગત વર્ષે સોનાની માંગમાં 45% ની તેજી આવી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વએ અંદાજે 552 અબજ ડોલરનું સોનું ખરીદ્યું છે જે પાકિસ્તાનની કુલ ઈકોનોમી કરતા પણ વધારે છે.

વિશ્વભરની મધ્યસ્થ બેંકો અત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોના પર વધુ પસંદગી ઉતારી રહી છે. ખાસ કરીને ભારત, ચીન, તુર્કી અને પોલેન્ડ જેવા દેશોની સેન્ટ્રલ બેંકોએ મોટા પાયે સોનાની ખરીદી કરી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ અનેક દેશો પોતાના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચીન અત્યંત ખાનગી રીતે પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યું છે. સત્તાવાર રીતે ચીને 27 ટન સોનું ખરીદ્યું હોવાનું જણાવ્યું છે પરંતુ બજારના નિષ્ણાતો માને છે કે આ આંકડો અંદાજે 270 ટન જેટલો હોઈ શકે છે. ચીન જે રીતે સોનાનો સંગ્રહ કરી રહ્યું છે તેના પરથી એવી અટકળો લગાવાઈ રહી છે કે ભવિષ્યમાં કોઈ મોટી આર્થિક કે ભૌગોલિક કટોકટી આવી શકે છે.

ગોલ્ડ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં અમેરિકા હજુ પણ ટોચના સ્થાને અકબંધ છે. અમેરિકા પાસે અત્યારે 8,133 ટન સોનાનો ભંડાર છે જે અન્ય કોઈપણ દેશ કરતા અનેકગણો વધારે છે. આ યાદીમાં 3,350 ટન સાથે જર્મની બીજા ક્રમે અને 2,452 ટન સાથે ઈટાલી ત્રીજા ક્રમે છે. રશિયા 2,330 ટન સાથે પાંચમા અને ચીન 2,304 ટન સાથે છઠ્ઠા સ્થાને છે. ભારતની વાત કરીએ તો 880 ટન ગોલ્ડ રિઝર્વ સાથે ભારત વિશ્વમાં આઠમાં ક્રમે છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સોનું હંમેશા સલામત રોકાણ માનવામાં આવે છે અને વર્તમાન પરિસ્થિતિ જોતા આગામી સમયમાં પણ તેની માંગ જળવાઈ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી: 12% નો મોટો ઘટાડો... ₹29,000 સસ્તી થઈ, સોનું પણ ₹9 હજાર તૂટ્યું!

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: રેલવે કર્મચારીઓએ કરી મોટી માંગણીઓ; શું વધશે તમારો પગાર અને પેન્શન?

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

Gold Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો

Gold Silver Price Today

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો: સેન્સેક્સ 2,497 પોઈન્ટ તૂટ્યો, રાતાપાણીએ રડ્યા રોકાણકારો

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?: શું 100 ગ્રામથી વધુ સોનું ઘરમાં રાખવા પર થઈ શકે છે કાર્યવાહી? જાણો શું છે Income Tax નો નિયમ

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?

HDFC Bank Crisis: HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું સનસનાટીભર્યા રાજીનામા બાદ શેર 5% તૂટ્યો, જાણો કોણ સંભાળશે કમાન?

HDFC Bank Crisis

Gold Silver Price Today 19 March 2026: આજે ફરી ઘટ્યા સોના-ચાંદીના ભાવ, લગ્નસરાની ખરીદી માટે શ્રેષ્ઠ તક, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 19 March 2026

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, 8મા પગાર પંચની ડેડલાઇન વધી, હવે આ તારીખ સુધી આપી શકાશે સૂચનો

8th Pay Commission

Stock Market Crash: શેરબજારમાં બ્લૅક થર્સ ડે! માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ 2,000 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો સ્વાહા

Stock Market Crash

Petrol Diesel Price Today: ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ છતાં આજે સ્થિર રહ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો મુંબઈ-દિલ્હી સહિત ગુજરાતના શહેરોમાં શું છે સ્થિતિ

Petrol Diesel Price Today

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ: સેન્સેક્સ 633 પોઈન્ટ ઉછળ્યો, 197 પોઈન્ટ ઉપર બંધ થયો નિફ્ટી

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ

તગડી કમાણીની તક: શેરમાર્કેટમાં બૂમ પડાવવા આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO, જાણો મુકેશ અંબાણી ક્યારે લાવી રહ્યાં છે Jio નો IPO

તગડી કમાણીની તક

Gold Silver Price Today 18 March 2026: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 18 March 2026

Petrol Diesel Price Today: અમદાવાદથી મુંબઈ સુધી ઈંધણના ભાવમાં મોટી રાહત, ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

Petrol Diesel Price Today

સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે DA માં વધારો ક્યારે જાહેર કરશે?: 18,000 થી 2 લાખ સુધીની કમાણી કરનારાઓના પગારમાં કેટલો વધારો થશે?

સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે DA માં વધારો ક્યારે જાહેર કરશે?

ઉથલપાથલના અંતે 'ગ્રીન ઝોન' માં બંધ થયું Stock Market: AI ના કારણે IT ના ઇન્વેસ્ટરોના પૈસા પાણીમાં, જાણો શું છે કારણ?

ઉથલપાથલના અંતે 'ગ્રીન ઝોન' માં બંધ થયું Stock Market

Gold-Silver Rate; સોનું-ચાંદી થયું મોંઘું!: યુદ્ધની અસરથી સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Rate; સોનું-ચાંદી થયું મોંઘું!

Stock Markets Today: હોર્મુઝ તણાવ વચ્ચે ભારતીય બજારમાં તીવ્ર વધઘટ, ભારે ઘટાડા પછી, શેરબજારમાં મજબૂત તેજી, જાણો હાલની સ્થિતિ

Stock Markets Today

Gold Silver Price Today 17 March 2026: સોનાના ભાવમાં ફરી મોટું ગાબડું, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 17 March 2026