Home Gujarat Gir Forest Lion Conservation Environmentalists Letter Pm Modi

ગીરના જંગલ અંગે ઉઠ્યો મોટો વિવાદ : પર્યાવરણ પ્રેમીઓએ PM મોદી અને CMને કરી રજૂઆત

ફોરેસ્ટ આફિસની છબી અને સિંહની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 13, 2026, 08:42 AM IST

એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન તરીકે વિશ્વભરમાં ઓળખ ધરાવતા ગીરના જંગલને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. ગીરના જંગલ અને વન્યજીવનના સંરક્ષણ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓને લઈને પર્યાવરણપ્રેમીઓએ સીધી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. આ રજૂઆતમાં ગીરના પર્યાવરણ, સિંહોના સંરક્ષણ અને જંગલના નિયમોના અમલ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

પર્યાવરણપ્રેમીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં એવા નિર્ણયો અને પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે જંગલ અને વન્યજીવનના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. આ મુદ્દે તેમણે વિગતવાર પત્ર લખીને ઉચ્ચ સ્તરે ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે.

સિંહોના વધતા મોત અંગે ચિંતા

રજૂઆતમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ગીરના એશિયાટિક સિંહોના ચિંતાજનક મૃત્યુનો ઉઠાવવામાં આવ્યો છે. પર્યાવરણપ્રેમીઓએ જણાવ્યું છે કે ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોના મૃત્યુના બનાવો સામે આવ્યા છે, જેને ગંભીરતાથી લેવા જરૂરી છે.

તેમનું માનવું છે કે સિંહોની સુરક્ષા, તેમના રહેઠાણનું સંરક્ષણ અને કુદરતી પરિસ્થિતિઓ જાળવવા માટે વધુ અસરકારક પગલાં લેવાની જરૂર છે. ગીર વિશ્વમાં એશિયાટિક સિંહોની છેલ્લી આશ્રયભૂમિ હોવાથી અહીં થતી દરેક ઘટના વૈશ્વિક સ્તરે પણ મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો: વડનગરના પ્રાચીન મંદિર ટ્રસ્ટમાં સરકારી વહીવટદારની નિમણૂંક : 6 મહિનામાં નવા ટ્રસ્ટી માટે ચૂંટણીનો આદેશ

ગેરકાયદેસર રિસોર્ટ અને માઈનિંગ મુદ્દે સવાલ

પર્યાવરણપ્રેમીઓએ પોતાના પત્રમાં ગીરની આસપાસ ગેરકાયદેસર રીતે ઉભા થઈ રહેલા રિસોર્ટ્સ અને વિકાસ પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે આવી પ્રવૃત્તિઓ વન્યજીવોના કુદરતી રહેઠાણને અસર કરી શકે છે.

સાથે જ જંગલ વિસ્તાર નજીક માઈનિંગ માટે આપવામાં આવતી મંજૂરીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ખનન પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણ પર લાંબા ગાળાની નકારાત્મક અસર પડી શકે છે અને વન્યજીવન માટે જોખમ ઉભું થઈ શકે છે.

આ પણ વાંચો: DEOની તપાસ બાદ અમદાવાદની IDP સ્કૂલ વિવાદમાં કાર્યવાહી : શાળાએ બંને મહિલા કર્મચારીઓને કહ્યું 'ગેટ આઉટ'

જંગલના નિયમોના અમલ અંગે પણ ઉઠ્યા પ્રશ્નો

પર્યાવરણપ્રેમીઓએ ગીરના જંગલમાં વિવિધ મંજૂરીઓ અને નિયમોના અમલ અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. તેઓનું કહેવું છે કે વન્યજીવન સંરક્ષણ માટે બનાવવામાં આવેલા નિયમોનું કડક પાલન થાય તે જરૂરી છે. રજૂઆતમાં કેટલાક ચોક્કસ નિર્ણયો અને મંજૂરીઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે આવા મુદ્દાઓ પર પારદર્શક રીતે સમીક્ષા થવી જોઈએ જેથી જંગલ અને વન્યજીવનના હિતો સુરક્ષિત રહી શકે.

આ પણ વાંચો: ગુજરાતનું એક ગામ બન્યું દેશ માટે મોડલ : 100% સોલરાઈઝેશનથી ગ્રામજનોને વર્ષે ₹14 લાખથી વધુનો થાય છે લાભ

જાણીતા પર્યાવરણ પ્રેમીઓએ કરી રજૂઆત

આ સમગ્ર મુદ્દે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને પર્યાવરણપ્રેમી તરીકે જાણીતા ભૂષણ પંડ્યા, રોહિત વ્યાસ, સી.ટી. રાણા, સુરેશ ભટ્ટ, સંજય કેલેયા અને રેવતુંભા રાયઝાદા સહિતના લોકોએ સંયુક્ત રીતે પત્ર પાઠવી રજૂઆત કરી છે. તેમણે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે ગીરના જંગલ અને એશિયાટિક સિંહોના સંરક્ષણ સાથે જોડાયેલા મુદ્દાઓની ઉચ્ચ સ્તરે સમીક્ષા કરવામાં આવે અને જરૂરી પગલાં લેવામાં આવે.

ગીરનું વૈશ્વિક મહત્વ

ગીર માત્ર ગુજરાત કે ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વ ધરાવે છે. વિશ્વમાં એશિયાટિક સિંહોની એકમાત્ર જંગલી વસતી ગીરમાં જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષોમાં સિંહોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં તેમના રહેઠાણ અને પર્યાવરણનું સંરક્ષણ સતત પડકારરૂપ બની રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now