Home Health-lifestyle Get These Test Done For Good Health

હેલ્થ ઈઝ વેલ્થ : આ વર્ષે જરૂરથી કરાવો આ પાંચ રિપોર્ટ, સ્વાસ્થ્યની આ તપાસ છે ખૂબ જ જરૂરી

હેલ્થ ઈઝ વેલ્થ
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2025, 06:32 AM IST

કહેવાય છે કે, હેલ્થ ઈઝ વેલ્થ.જો તમે સાજા સારા હશો તો તમે ધાર્યા કામ કરી શકશો, તમારા ગોલ અચીવ કરી શકશો.એટલે જ આજે અમે તમને જણાવી રહ્યા છે કેટલાક એવા રિપોર્ટ વિશે જે કરાવવા અત્યંત જરૂરી છે. અને તમે એ કરાવો તમને બીમારીઓ વિશે ખબર પડી જશે. સ્વસ્થ રહેવું આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. એટલે જ સમયાંતરે ચેકઅપ કરાવતા રહેવું જરૂરી છે.એટલે તમે તમારી પાસે રિપોર્ટનું આ લિસ્ટ રાખો, અને વહેલી તકે કરાવી લો.

CBC
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. આ એક નોર્મલ ટેસ્ટ છે. જેનાથી તમારા લોહીમાં રેડ બ્લડ સેલ્સ, વ્હાઈટ બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સની સંખ્યાની તપાસ કરે છે. જો તેમાં કોઈ ફેરફાર થાયો તો એનીમિયા, ઈન્ફેક્શન અને અનેક પ્રકારની બીમારીઓની ખબર પડી શકે છે.

BP
હાઈ બીપી એક સાયલન્ટ કિલર છે. તે કોઈ લક્ષણ વિના હોય છે. અને જો તે અચાનક એકદમ વધી જાય તો સમસ્યા થઈ શકે છે. હાઈ બીપીથી હાર્ટની પ્રોબ્લેમ, સ્ટ્રોક અને બીમારીનો ખતરો વધે છે.

બ્લડ સુગર
એક સમયે રાજરોગ કહેવાતું ડાયાબિટીસ હવે સામાન્ય થઈ ગયું છે. લગભગ તમામ ઘરમાં આ ડાયાબિટીસ હોય છે. જો તમારે તેની ઓળખ કરવી હોય તો બ્લડ સુગરનો ટેસ્ટ કરાવવો જોઈએ. જેથી તેનું સ્તર અચાનક વધી જતું અટકે.

કોલેસ્ટ્રોલ
કોલેસ્ટ્રોલ એક પ્રકારની ફેટ છે.જે તમારા લોહીમાં હોય છે. હાઈ કોલસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે સારું નથી.

આરોગ્યની તપાસ કેમ જરૂરી?
નિયમિત હેલ્થ ચેકઅપથી અનેક ગંભીર બીમારીઓની સમય રહેતા ખબર પડી જાય છે. જેનાથી તેનો ઈલાજ સરળતાથી થઈ શકે છે. સાથે જ જો કોઈ બીમારી તમને થવાની શક્યતા વધારે હોય તો તમને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાની પણ ખબર પડી શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now